અંકલેશ્વર સસ્તા અનાજની દુકાનદારો દ્વારા નવેમ્બર માસ ચલણ નહિ ભરવા આવેદન પાઠવ્યું હતું. નવેમ્બર માસમાં અનાજ વિતરણ થી અણગા રહી વિરોધ નોંધાવશે.
અંકલેશ્વર તાલુકા ફેર પ્રાઈઝ શોપ એસોસિએશન દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા પડતર પ્રશ્નો ની માંગણી નહિ સંતોષાતા 1 નવેમ્બર થી પંડિત દીનદયાળ સરકારી અનાજ ભંડાર ની દુકાન સંચાલકો હડતાળ પર ઉતરશે.
પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એફ.પી.એસ અંકલેશ્વર તાલુકા શોપ એસોસિએશન દ્વારા આગામી નવેમ્બર માસ માં જથ્થા ના ચલણ નહિ બનાવવા તેમજ 1 નવેમ્બર 2025 થી વિતરણ થી અળગા રહેવા અંગે અંકલેશ્વર મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવ્યું હતું.પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એફ.પી.એસ ના રાજ્ય ના એસોસિએશન દ્વારા ગુજરાત સરકાર તેમજ પુરવઠા મંત્રી તેમજ સંબંધિત અધિકારીઓ ને તેમની વિવિધ પડતર માંગણી અંગે વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પરિણામ ના આવતા હડતાલ નું શસ્ત્ર ઉગાવ્યું છે. તેમના દ્વારા મુખ્ય રજૂઆત માં કમિશન દર માં વધારો. ઈ પ્રોફાઈલ માં તકેદારી સહાયકનો ઉમેરો , સિંગલ ફિંગર પ્રિન્ટ દ્વારા બે બિલ અને સમિતિ ના સભ્યો ના 80 % બાયોમેટ્રિક વેરિફિકેશન પરિપત્ર રદ કરવા, સમયસર કમિશન ચુકવણી., અને ટેક્નિકલ તથા વહીવટી પ્રશ્નો ના નિરાકરણો માંગણી કરી છે. જે માંગણી ઓક્ટોબર ના અંત સુધી માસ જો ના સંતોષાઈ કે કોઈ વચગાળા નો માર્ગ ના નીકળશે તો 1 લી નવેમ્બર થી અનાજ વિતરણ થી અળગા રહી વિરોધ નોંધાવશે. તેમ પંડિત દીનદયાળ ગ્રાહક ભંડાર એફ.પી.એસ અંકલેશ્વર તાલુકા શોપ એસોસિએશન પ્રમુખ ભાવસીંગ વસાવા અને ઉપપ્રમુખ નગીન વસાવા એ જણાવ્યું હતું. તેમજ તેમના વડપણ હેઠળ અંકલેશ્વર મામલતદારને લેખિત આવેદનપત્ર પાઠવી લેખિત તેમજ મૌખિક રજુઆત કરી હતી.,
