Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મહિલા સાથે આડોસંબંધની શંકાએ પતિ-દિયર સહિત ચાર જણાનો હુમલો

Share

ભરૂચના મક્તમપુર ગામે બનેલી ઘટના
ભરૂચ.
ભરૂચના મક્તમપુર ગામે ટેકરા ફળિયામાં રહેતા અજય મહેન્દ્ર વસાવા બપોરના સમયે ક્યાંક જવા માટે ઘરેથી નિકળી રહ્યો હતો. તે વેળાં આકાશ ઉર્ફે ડેટલો તેમના ઘરે આવ્યો હતો. અને તેને તારે શું કરવું છે તેમ કહીં તેમને તેની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરવા લાગ઼્યો હતો. તેમજ તેના હાથમાંનું કડું કાઢી તેનાથી તેને માર મારી ઇજાઓ પહોંચાડી હતી. અરસામાં તેના કાકા મનિષ તેમજ દાદી તેને છોડવવા આવતાં તેમને પણ ઇજાઓ પહોંચાડી હતી. અરસામાં આકાશનો ભાઇ દિપક તેમજ દિપકનો સાળો ચંદ્રેશ અને નૈનેશ ઉર્ફે હનુમાન ત્યાં દોડી આવતાં તેઓએ મળી તેમને માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેને સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઉલ્લેખનિય છે કે, અજયને દિપકની પત્ની તેજલ સાથે આડો સંબંધ હોવાની શંકાએ તેઓએ એકસંપ થઇ તેને માર મારી ઇજાઓ પહોંચાડી હોવાનું તેણે જણાવ્યું હતું. બનાવ સંદર્ભે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ  નોંધાવી હતી.

Share

Related posts

ભરૂચ ના ચકચારી બી જે પી નેતાઓ ના ડબલ મર્ડર કેસ બાદ થી સુરક્ષા માં આવેલ  બહુચરાજી મંદિર ના પૂજારી જયકર મહારાજે તેઓને આપવા માં આવેલ પ્રોટેક્શન  ગાર્ડ ઉપર હુમલો કરતા ચકચાર મચ્યો હતો…

ProudOfGujarat

જંબુસરમાં પોલીસકર્મી અરજદારને હેરાન નહીં કરવા સબબ 75 હજારની લાંંચ લેતાં ઝડપાયો

ProudOfGujarat

શિક્ષણ પ્રણાલીમાં મોટો ફેરફાર, ‘વર્ષમાં બે વાર લેવાશે બોર્ડની પરીક્ષા, ધો. 11-12 ના વિદ્યાર્થીઓએ બે ભાષામાં અભ્યાસ કરવો પડશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!