Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચ શહેરની કાશી ચિલ્ડ્રન હોસ્પિટલનું લાયસન્સ આરોગ્ય વિભાગે સસ્પેન્ડ કર્યું

Share

ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમનું સરપ્રાઈઝ ચેકિંગ

। ભરૂચ ।

Advertisement

ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર ઠાકોર રેસ્ટોરન્ટની ગલીમાં આવેલી કાશી ચિલ્ડ્રન હોસ્પિટલમાં ક્વાલિયાઈડ નર્સિંગ સ્ટાફ ન રાખવા સાથેની અનેક પ્રકારની ક્ષતિઓ હોવાની ફરિયાદ મળતાં ગાંધીનગર આરોગ્ય વિભાગની ટીમે સ્થળ તપાસ કરી હતી. જેમાં હોસ્પિટલમાં ક્વોલિફાઈડ નર્સિંગ સ્ટાફ ન હોવા સાથે દદીઓની સારવાર કરતાં કર્મચારીઓ પાસે તે માટેની કોઈ પ્રકારની શૈક્ષણિક કે ટેક્નિકલ લાયકાત ધરાવતાં ન હોવા છતાં તેમની પાસેથી કામ કરાવામાં આવે છે.

ઉપરાંત હોસ્પિટલમાં ફાયર સેફ્ટીને લઈને પણ બેદરકારી રાખવામાં આવી હતી. હોસ્પિટલ પાસે બીયુ ( બિલ્ડીંગ યુઝ) પરમિશન મળી ન હતી. તપાસમાં જણાયું હતું કે, સંચાલકે એક રહેણાંક બંગલામાં ગેરકાયદે રીતે ગેરકાયદે રીતે હોસ્પિટલ શરુ કરી હતી. જેથી તપાસમાં આવેલી આરોગ્ય વિભાગની ટીમે તાત્કાલિક એક્શનમાં આવી હોસ્પિટલનું પીએમજેએવાય હેઠળનું એમ્પેનલમેન્ટ સસ્પેન્ડ કર્યું હતું. નોંધનિય છે કે, હોસ્પિટલનું સંચાલન થઈ રહ્યું હોવા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગની ટીમે તે અંગેની કોઈ સ્થળ તપાસ કરી ન હોય તેમ લાગી રહ્યું છે. પીએમજેએવાય સહિતની યોજનાઓ હોસ્પિટલમાં ચાલતી હોવા છતાં તે હોસ્પિટલના સંચાલકોએ તમામ નિયમોનું પાલન કર્યું છે કે નહીં તે સહિતની ચકાસણી સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી કે નહીં તે પ્રશ્ન સર્જાયો છે. બીજી તરફ શહેરની અન્ય ખાનગી હોસ્પિટલો તેમજ નર્સિંગ હોમ્સમાં સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા તપાસ કરી આ પ્રકારની ગેરરીતિઓ ઝડપી પાડવામાં આવે તે જરુરી બન્યું છે.

હોસ્પિટલને ફાયર સેફ્ટી સર્ટીફિકેટને લઈને ફાયર વિભાગની નોટીસ

ધ ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઈફ સેફ્ટી મેઝર્સ એક્ટ-૨૦૧૩ની જોગવાઈ મુજબ કાસીમાં હોસ્પિટલમાં જીડીસીઆર મુજબ એનબીસી પાર્ટ-૪ને આધિન ફાયર સેફ્ટી સિસ્ટમ હોવી જરુરી છે. મિલ્કતમાં ફાયર ઓડિટ કરવામાં આવતાં ભરૂચ ફાયર વિભાગને કેટલીંક ક્ષતિઓ જણાતાં તેમણે હોસ્પિટલમાં ફાયર હાઈડ્રન્ટ સિસ્ટમ વિથ હોઝ અને હોઝ રિલ, જરુરિયાત મુજબના મોનો બ્લોક પંમ્પ, જરૂરી એકસટિંગ્યુશર, ઈમરજન્સી ફાયર એક્ઝીટ અને તેનો સાઈનો બોર્ડ, સ્મોક ડિટેક્ટર સિસ્ટમ, એમસીપી હુટર, સ્પ્રિંકલર સિસ્ટમ, ટુ વે ક્લેક્ટિંગ હેડ સહિતની ક્ષતિઓ દૂર કરવા ફાયર વિભાગ નોટિસ આપી હતી.


Share

Related posts

સીરત કપૂરના પિતા વિનીત કપૂર અને અભિષેક બચ્ચન વચ્ચે ઉગ્ર લડાઈ, અભિનેત્રીએ વીડિયો શેર કર્યો

ProudOfGujarat

ભરૂચ નવલખાની ચાલ વિસ્તારના ઘરોમાં પાણી ભરાઈ જવાની સમસ્યાને લઇ સ્થાનિક રહીશ આપ મરણ ઉપવાસ ઉપર બેઠા….

ProudOfGujarat

ભરૂચ : પાલેજ રેલવે સ્ટેશન નજીક ટ્રેન અડફેટે અજાણ્યા આધેડનું મોત…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!