Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

દેડિયાપાડા ખાતે ૧૫મી નવેમ્બરે પીએમ મોદી જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી કરશે

Share

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે ૫ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી

આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે વિશેષ

Advertisement

કાર્યક્રમ

1 ભરૂચ ! નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે આગામી ૧૫મી નવેમ્બરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતીમાં જનજાતી ગૌરવ દિવસ નિમિત્તે ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. ૧૫મી નવેમ્બર એટલે કે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરાસ મુંડાની જન્મ જયંતિ. આ વર્ષે આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ નિમિત્તે યોજાનારા કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડશે. તેમાંય વડા પ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીને લઈને માનવ મેદની ઉમટી પડશે. ત્યારે કાર્યક્રમને સફળતાપુર્વક પાર પાડવા માટે આગોતરૂ આયોજન કરવામાં આવી રહ્યું છે.

જેના ભાગરૂપે શનિવારે રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભરૂચમાં જીએનએફસી સર્કિટ હાઉસ ખાતે આવી પહોંચ્યાં હતાં. ભારતના ઈતિહાસ અને તેના વિકાસમાં આદિવાસી સમુદાયોએ કરેલાં યોગદાનને સ-માનિક કરવા માટે યોજાનારા આ કાર્યક્રમમાં કોઈ પણ ક્ષતિ ન રહે તેમજ આયોજન સુચારૂ રીતે થાય તેની તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. નર્મદા જિલ્લાના દેડિયાપાડા ખાતે યોજનારા કાર્યક્રમમાં

માત્ર નર્મદા કે ભરૂચ જિલ્લો નહીં પરંતુ તાપી, છોટા ઉદેપુર, પંચમહાલ સહિતના વિવિધ જિલ્લામાંથી પણ આદિવાસી સમાજના લોકો તેમાં જોડાય તેવી શક્યતાય છે. જેના પગલે કે, મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભરૂચ, નર્મદા, તાપી, છોટાઉદેપુર, પંચમહાલ જિલ્લાના અધિકારીઓ તેમજ ધારાસભ્ય સાથે બેઠક યોજી હતી, જેમાં તેમણે કાર્યક્રમના આયોજન તેમજ તૈયારીઓ અંગે સંલગ્ન અધિકારીઓ સાથે ચર્ચા કરી તેની સમિક્ષા કરવા સાથે તેમને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.


Share

Related posts

વડોદરાનાં વઢવાણાને કાંઠે શિયાળો માણવા અંદાજે 163 જેટલી પ્રજાતિઓના 95 હજારથી વધુ પક્ષી આવ્યા.

ProudOfGujarat

નાસતો- ફરતો -આરોપી ઝડપાયો

ProudOfGujarat

એક્સિડન્ટ ક્લેઈમ કેસમાં એક જ દિવસમાં આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે દાવાની પતાવટ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!