Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

અંક્લેશ્વરમાં રૂપિયા લઈ દિલ્હીની શાળા-આઈટીઆઈનું સર્ટી અપાવતો ગઠિયો ઝબ્બે 

Share

ભરૂચ એસઓજીની ટીમે અંક્લેશ્વરમાંથી આંતરરાજ્ય કૌભાંડનો ભાંડો ફોડ્યો
ટીમે એક કોમ્પ્યુટ સીપીયુ, પ્રિન્ટર, એક મોબાઈલ મળી ૪૫ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો
। ભરૂચ ।
અંકલેશ્વરમાં સાડા ત્રણ વર્ષ બાદ ડુપ્લિકેટ માર્કશીટ-સટીફિકેટ બનાવવાના કૌભાંડનું ભુત પૂન: ધુણ્યું છે. હેપ્પી કોમ્પલેક્ષમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસિસનો સંચાલક દિલ્હીની શાળાની ધો. ૧૦ અને ૧૨ની બોગસ માર્કશીટ માત્ર ૭થી ૮ હજારમાં બનાવી આપતો હતો. ટીમે તેની પાસેથી એક કોમ્પ્યુટર સીપીયુ, પ્રિન્ટર, એક મોબાઈલ મળી ૪૫ હજારનો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
અંક્લેશ્વરના હેપ્પી કોમ્પલેક્ષમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસિસની આઠમાં ગેરકાયદે રીતે ધો. ૧૦/૧૨ તેમજ આઈટીઆઈના ડુપ્લીકેટ માર્કશીટ-સર્ટીફિકેટ બનાવી આપવાનું કૌભાંડ ચાલતું હોવાની ચોક્કસ બાતમી એસઓજીના કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંગભાઈને મળી હતી. જેના પગલે તેમણે એસઓજી પીઆઈ એ. વી પાણમીયા તેમજ પીઆઈ એ. એ. છૈયાને તમામ હકિક્તથી વાકેફ કરતાં ટીમે સ્થળ પર દરોડો પાડયો હતો. ટીમે કલાસિસના સંચાલક જયેશ કિશનલાલ પ્રજાપતિને ઝડપી પાડી કલાસિસમાં ચેકિંગ હાથ ધરતાં તેમને ટેબલના ખાનામાંથી અલગ અલગ નામની દિલ્હી બોર્ડની ધોરણ ૧૦ અને ૧૨ની માર્કશીટ તેમજ દિલ્હીની આઈટીઆઈ સહિત સંસ્થાના સર્ટીફિકેટ મળી આવ્યાં હતાં. ઘટનાને પગલે ટીમે તુરંત જયેશની ધરપકડ કરી ક્લાસિસમાંથી ગુનામાં વપરાયેલું એક કોમ્પ્યુટર સીપીયુ એક પ્રિન્ટર, એક મોબાઈલ સહિત કુલ ૪૫ હજારથી વધુની મત્તાનો સામાન જપ્ત કર્યો હતો.
એસઓજીની ટીમે પ્રાથમિક તબક્કે વિગતો એકત્ર કરી બીએનએસની કલમો હેઠળ જયેશ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે હવે જયેશની સાથે અન્ય કોણ કોણ સંડોવાયેલું છે. દિલ્હીના સર્ટી મોકલનાર શખ્સ કોણ છે કયાંનો છે તેની વિગતો મેળવવા માટેની કવાયત શરૂ કરી છે.

Share

Related posts

જંબુસર : સારોદ સામોજ નહાર ગામના દેવીપુજકોના સ્મશાનનો પ્રશ્ન હલ નહીં થતાં મામલતદાર કચેરી ખાતે ધરણાં પર બેઠા.

ProudOfGujarat

અમદાવાદના આશ્રમરોડ પર આવેલ સેલ્સ ઈન્ડિયાના શો-રૂમમાંથી 20 લાખના મોબાઇલની ચોરી..

ProudOfGujarat

ભરૂચ : ટ્રક ચોરીનાં ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી આમોદ પોલીસ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!