૪૦ લાખની મત્તાના વાહનોને વાઘપરા પાસે રખાયાં
ભરૂચ
ભરૂચના ભુસ્તર વિભાગની ટીમ ઝઘડિયાના વાઘપુરા વિસ્તારમાં ગેરકાયદે ખનીજ વહન કરતાં વાહનોનું ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં ચાર વાહનોમાં ગેરકાયદે રીતે રેતી લઇ જવાતી હોવાનું જણાતાં ટીમે કુલ 40 લાખના ચારેય વાહનો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છ.
ભરૂચ જિલ્લાના ભુસ્તરશાસ્ત્રીની સુચના અન્વયે ભુસ્તરવિજ્ઞાન અને ખનીજ કચેરી ભરૂચની ક્ષેત્રિય તપાસ ટીમ દ્વારા ઝઘડિયા તાલુકામાં આવેલા
વાઘપુરા રોડ પર આકસ્મિક ખનીજ વહન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમ્યાન ચાર વાહનોમાં સાદી રેતી ખનીજના બિનઅધિકૃત વહન કરાતું હોવાનું ધ્યાનમાં આવતાં તમામ 4 ટ્રક જપ્ત કરી હતી.પોલીસે તેની પાસે રેતીના વહન માટેના પરવાના તેમજ દસ્તાવેજી પુરાવા માંગતાં તેમની પાસેથી કાંઇ નહીં મળતાં ટીમે કુલ ૦૪ ટ્રક ઝડપી પાડ્યાં હતાં. વાહનો સીઝ કરી જપ્ત કરી ઇઝી બિલ્ડકોન સ્ટોક, મોજે. વાઘપુરા રોડ, તા. ઝગડિયા, જી.ભરૂચ ખાતે રાખવામાં આવેલ છે. જે અંગેની નિયમોનુસારની કાર્યવાહી કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનિય છે કે, ખાણ ખનિજ વિભાગ દ્વારા ટ્રક માલિક સહિત તેઓ જ્યાંથી રેતી ભરી લાવતાં હતાં તે લીઝ ધારકની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે.
