Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

મુંબઈથી રાજસ્થાન જતી લકઝરી બસમાં દારૂની હેરાફેરી કરતો શખ્સ ઝબ્બે

Share

પાલેજ પોલીસે ૨૧ હજારના દારૂ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

ભરૂચ

Advertisement

પાલેજ પોલીસ સ્ટેશનના પીઆઈ એ. એ. ચૌધરી તેમજ તેમનો સ્ટાફ વિસ્તરમાં પેટ્રોલિંગમાં હતો. તે વેળાં તેમને ચોક્કસ બાતમી મળી હતી કે, મુંબઈથી રાજસ્થાન તરફ જતી પવન ટ્રાવેલ્સ ની લકઝરી બસમાં એક શખ્સ વિદેશીદારુનો જથ્થો લઈને જઈ રહ્યો છે અને તે વરેડિયા ગામના પાટિયા પાસે ઉતરનાર છે. અને ટૂંક સમયમાં જ બસ વરેડિયા ગામના પાટિયા પાસે પહોંચશે. જેથી ટીમે તુરંત સ્થળ પર વોચ ગોઠવી હતી. દરમિયાનમાં બાતમી મુજબની લક્ઝરી બસ આવતાં તેમાંથી બે સફેદ કલરના પાર્સલ લઈને એક શખ્સ ઉતરતાં તેમણે તેને દબોચી લીધી હતો.

પ્રાથમિક પુછપરછમાં તેણે પોતાનું નામ ઈન્દરસિંહ દેવસિહ રાજપૂત (રહે. સિતારામ નગર, પુણાગામ, સુરત) હોવાનું જણાવ્યુ હતુ. તેની પાસેના પાર્સલ ખોલીને જોતાં તેમાં કુલ ૨૧ હજારથી વધુની મત્તાનો વિદેશીદારુ તેમજ બિયરની બોટલો મળી આવી હતી. પોલીસે ઉલટ તપાસ કરતાં તેણે કબુલાત કરી હતી કે, વાપીની ગુંજન ચોકડીથી પપ્પુસિંગ બાબુસિંહ સદાણા (રહે. વાપી, જી. વલસાડ) પાસેથી તેણે દારુનો જથ્થો ખરીદ્યો હતો. જે સુરત તેના રહેણાંક ઘરેથી છૂટકમાં વેચાણ કરવાનો હતો. ટીમે તે અને વાપીના પપ્પુસિંગ સદાણા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


Share

Related posts

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા કુમારખાણ ખાતે વર્લ્ડ હિપેટાઇટિસ ડે ની ઉજવણી કરાઈ સપ્તધારાની ટીમ દ્વારા હીપેટાઇટિસ અંગે પપેટ શો અને નાટક રજુ કરી જનજાગૃતિ કરાઈ…

ProudOfGujarat

ભરૂચ : સંસ્કાર વિદ્યા ભવન શાળાનાં એન્યુઅલ ડે નિમિત્તે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

ગુજરાતના મીની સોમનાથ “સ્તંભેશ્વર તીર્થ” માં શ્રાવણના સોમવારે છલકાયો ભક્તિ સાગર : અહિં સાત નદીઓ અને દરીયાદેવ સ્વયંભુ કરે છે દેવાધિદેવનો અભિષેક

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!