Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

કંપનીમાં આવેલાં મિલર મિક્ષર મશીને ૭ અને ૧ વર્ષના બે સગા ભાઈ-બહેનને અડફેટે લેતાં મોત

Share

દહેજ નજીક સમંતપોરની અથર્વ શેષ એન્વાયરો કંપનીની કોલોનીમાં બનેલી ઘટના

ભરૂચ

Advertisement

મધ્યપ્રદેશના રાનાપોરના વતની નરેશ છગન મેડા તેના પરિવાર સાથે રોજીરોટી કમાવવા માટે વાગરા તાલુકાના સામતપોર ગામે આવ્યાં હતાં. તેઓ ત્યાં આવેલી અથવ શેષ એન્વાવરો કંપનીમાં કડિયાકામ કરતાં હતાં. નરેશ તેમજ તેમની પત્ની રેણુંકા તથા અન્ય લોકો રાત્રીના આઠેક વાગ્યે જ્યાં કામ કરી રહ્યાં હતાં. ત્યાં તેમની ૭ વર્ષની પુત્રી રમિલા તેમજ ૧ વર્ષનો પુત્ર વૈદિક તેમના કામના સ્થળ પાસે કાચા રસ્તા પર રમતાં હતાં. જ્યારે તેઓ કોલમના બીમ ભરવાના કામે લાગેલાં હતાં.

અરસામાં ત્યા એક મિલર મિક્ષર મશીન માલ ભરીને આવ્યું હતું. કંપની સંકુલમાં વાહનો ધીમે અને તકેદારી રાખી ચલાવવા માટે ડ્રાઈવરોને તાકીદ કરવામાં આવે છે. તેમ છતાં મિલર મિક્ષર મશીનના ચાલકે માલ ખાલી કર્યા બાદ આઠેક વાગ્યાના અરસામાં પરત જવા માટે ત્યાંથી પુરઝડપે તેનું મિક્ષર મશીન લઈને નિકળ્યો હતો. જોકે, તે સમયે કંઈક અથડાવાનો અવાજ આવતાં નરેશ અને તેની સાથેના કામદારો તે દિશામાં દોડી ગયાં હતાં. તેમણે તપાસ કરતાં નરેશના બે સંતાનો જેમાં તેમની ૭ વર્ષની પુત્રી રમિલા તેમજ ૧ વર્ષનો પુત્ર વૈદિક ત્યાં પડેલાં જણાવાં હતાં. તેમણે નજીક જઈ જોતાં તેમની પુત્રી રમીલાના માથા પરથી મિલર મિલર મશીનનું ટાયર કરી વળ્યું હતું. જયારે તેમનો એક વર્ષના પુત્રને પલ હલાવી જોતાં તે કોઈ પ્રતિક્રિયા આપતો ન હોઈ ગંભીર ઈજાઓને કારણે તેનું પણ સ્થળ પર જ મોત થયું હોવાનું માલુમ પડયું હતું. અકસ્માત સર્જીને ભાગી ગયેલાં મિલર મિક્ષર મશીનના ચાલકને પકડવાની કોશિષ કરતાં તે વાહન મુકી નાસી છૂટયો હતો, જોકે, તેનું નામ શમ્યુ રામકુમાર ભારતી (રહે. સોનાબડ, યુપી) હોવાનું માલુમ પડયું હતું. બનાવ સંદર્ભે દહેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.


Share

Related posts

અંકલેશ્વરની નોબલ સ્ટીલ એન્જીન્યરીંગ વર્કસમાં 72 માં ગણતંત્ર દિવસની આન-બાન-શાનથી ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ખેડા જિલ્લા પંચાયતના પટેલ હોલમાં સામાન્ય સભામાં બજેટ રજૂ કરાયું

ProudOfGujarat

નેત્રંગ ગ્રામ પંચાયત ૧૯૦ બોર-હેન્ડપંપમાંથી માત્ર ૧૨૦ ચાલુ,બાકીમાં પાણી સુકાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!