Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ફૈઝલ પટેલની નવી પાર્ટીની પોસ્ટથી કોંગ્રેસમાં ખળભળાટ; બહેન મુમતાઝ પટેલે કરી દુરાવેલી લકીર સ્પષ્ટ

Share

કોંગ્રેસના દિગ્ગજ નેતા મરહુમ અહમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલની સોશિયલ મીડિયા પોસ્ટે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા જગાવી છે. ફૈઝલ પટેલે કોંગ્રેસમાંથી અલગ થઈ Congress AP નામની નવી રાજકીય પાર્ટી બનાવવા અંગે વિચારણા ચાલી રહી હોવાનું જાહેર કર્યું હતું.
તેમણે જણાવ્યું કે, લાંબા સમયથી કોંગ્રેસમાં સક્રિય કામગીરી કરવા છતાં તેમને યોગ્ય મહત્વ મળતું નથી અને સંગઠનના કેટલાક નેતાઓ દ્વારા સતત અવગણના થતી રહી છે. પરિણામે તેઓ સ્વતંત્ર રાજકીય માર્ગ બનાવી પોતાનો અલગ પ્લેટફોર્મ ઉભું કરવા ઈચ્છે છે. ફૈઝલે તેમના સમર્થકો તેમજ તેમની બહેન મુમતાઝ પટેલનું પણ અભિપ્રાય માંગી સહકાર આપવા અપીલ કરી હતી.
પરંતુ ફૈઝલ પટેલના નિવેદન બાદ તેમના પરિવારની અંદરથી જ જુદી પ્રતિક્રિયા સામે આવી છે. મુમતાઝ પટેલે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, તેમની કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની કે નવી રાજકીય પહેલનો ભાગ બનવાની યોજના નથી. સાથે જ તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ફૈઝલ પટેલના રાજકીય નિર્ણયો સંપૂર્ણપણે વ્યક્તિગત છે અને તેનો તેમના (મુમતાઝ) નામ સાથે કોઈ સંબંધ નથી.
ફૈઝલ પટેલની પોસ્ટથી કોંગ્રેસ વર્તુળોમાં હલચલ મચી છે અને આગામી દિવસોમાં આ મુદ્દો વધુ ગરમાવો લેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Share

Related posts

ભરૂચ ને.હા 48 નબીપુર પાસેથી લાખોની કિંમતનો ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાંચ

ProudOfGujarat

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટનો વિદાય સમારંભ યોજાયો

ProudOfGujarat

રાજપીપલા બાલાપીર દરગાહનાં કંમ્પાઉન્ડનાં રહેણાંકના મકાનમાંથી ગાંજો પકડાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!