| પાલેજ ।
પાલેજ નજીક આવેલા સાંસરોદ સ્થિત જુમલા હોલમાં કાઠીયાવાડી મુલતાની (પિંજારા) જમાતના ૧૦૦ વર્ષ પુર્ણ થતા ઉજવણીની સાથે સાથે એક ભવ્ય સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો. સમાજના ભૂલકાઓએ નાઅત શરીફ રજુ કરી હાજરજનોના હૈયા ડોલાવ્યા હતા. ત્યારબાદ સમાજના અધ્યક્ષ સહિત વડીલો, આગેવાનો, ટેલેન્ટેડ યુવાનો, યુવતીઓનું ટ્રોફી તેમજ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ હતુ.
ત્યારબાદ વકતા દ્વારા મુલતાની સમાજમાં જે કાર્યો થઈ રહ્યા છે તેનો સુંદર ચિતાર રજુ કરી સમાજલક્ષી કાર્યો થકી સમાજને વધુમાં વધુ આગળ લઈ જવા આહવાન કર્યુ હતુ. સાંપ્રત આધુનિક યુગમાં બાળકોને સુશિક્ષિત બનાવવા પર વિશેષ ભાર મુકયો હતો. કલા શરીફ સ્કુલના આચાર્ય ઈરફાન મુલતાનીએ જણાવ્યુ હતુ કે, આજે કાઠીયાવાડી મુલતાની સમાજના ૧૦૦ વર્ષ પુર્ણ થતા અમે સૌ અહીંયા ભેગા થયા છીએ. અમારા પીરે તરીકત સૈયદ અલ્હાજ બાવા, સમાજના આગેવાનો સાથે અમે ઉજવણી કરી રહ્યા છીએ. સમાજનો ખુબ મોટો ફાળો છે. સમાજના ઉત્થાનમાં અમારા સમાજના દરેક મિત્રોનો ફાળો છે. અમે આગળ પણ સમાજલક્ષી કાર્યો ભેગા મળીને કરીશું.
