Proud of Gujarat
GujaratFeaturedINDIA

કતલખાને લઇ જવાતા ૨૦ પશુઓને બચાવી લેતી પંચમહાલ પોલીસ

Share

વિજય કુમાર ,શહેરા

Advertisement

પંચમહાલના શહેરા ના ઝોઝ  પાસે થી પોલીસે બાતમી નાં આધારે ગોધરા તરફ જતી  આઈસર ગાડી માંથી  કતલ ખાને લઈ જવાતા ૨૦ પશુઓને બચાવી લીધા હતા પશુ ઓને પાંજરા પોળ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા પોલીસે પશુ અને આઈસર ગાડી મળી અંદાજીત રૂપિયા ૬ લાખ નો મુદામાલ જપ્ત કરી ને ચાલક સહિત અન્ય બે ઈસમો ને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી

શહેરા ગોધરા હાઈવે માર્ગ પર થી ગેરકાયદેસર પશુ ભરેલ વાહન પસાર થવાની બાતમી પોલીસ મથક નાં પોસઈ આર .આર દેસાઈ ને મળી હતી બાતમી ને હકીકત ગણી ને તેઓ અને પી એસ આઈ એલ .એ . પરમાર સહિત હે.કો પ્રકાશ કુમાર , અપોકો અનીલ કુમાર ,અશોક નરવતસિંહ તેમજ પો .કો અરવિંદ સિંહ સહિત નો સ્ટાફ ગોધરા તરફ નાં ઝોઝ ગામ નાં હાઈવે માર્ગ પર આવતા જતા વાહનો ની તપાસણી કરી રહયા હતા તે સમયે બાતમી નાં વર્ણન વાળી આઈસર ગાડી નંબર જી જે ૦૯ ઝેડ ૨૦૦ આવી રહી હતી તેને અટકાવી ને  તાડપત્રી ખોલતા ડાલા નાં અંદર નાં ભાગ માંથી કુરતા પૂર્વક બાંધી રખાયેલ ૯ ભેસ ,૩ નાની પાડી  અને ૮ પાડા કુલ મળી ૨૦ જેટલા પશુઓ મળી આવ્યા હતા પોલીસે પશુ અંગેના આધાર પુરાવાની માંગણી કરી હતી પરંતુ ચાલક પાસે કોઈજ પુરાવા ન મળતા કતલ નાં ઈરાદે પશુઓને  લઈ જવાતા  હોવાનું માલુમ થયું હતું પોલીસે ૨૦ જેટલા પશુઓ ને પાંજરા પોળ પરવડી ખાતે મોકલી દીધા હતા પોલીસે પશુ ભરેલ ચાલક યુનુસ ગુલામ કાદર શેખ રહે ખાટકી વાર ગોધરા સાથે અન્ય બે ઇસમ મુઝફર હુસેન ગુલામ કાદર કુરેશી રહે ગોધરા ,શેખ ખાલીદ બિસ્મીલા રહે લીમડી ચોક શહેરા ની અટકાયત કરી હતી પોલીસે ૨૦ પશુ તેમજ આઈસર ગાડી મળી  અંદાજીત રૂપિયા ૬ લાખ નો મુદામાલ જપ્ત કરી ને ત્રણ શખ્સો સામે પશુધારા કલમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા


 


Share

Related posts

ભરૂચ : જંબુસર ટાઉન રેલ્વે ફાટક પાસે આવેલ અજમેરી નગરીમાંથી જુગાર રમતાં 12 જુગારીઓને ઝડપી પાડતી એલ.સી.બી.

ProudOfGujarat

ભરૂચના સાંસદ મનસુખ વસાવા કોરોના પોઝિટિવ થતા અમદાવાદ યુ એન મહેતા હોસ્પીટલમા દાખલ કરાયા.

ProudOfGujarat

વર્લ્ડ હાર્ટ ડે એ આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડે લોકોને સીપીઆર કેવી રીતે સંચાલિત કરવું તે શીખવવા માટે પ્રોત્સાહિત કરતી આકર્ષક કેમ્પેઈન શરૂ કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!