Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

જુના અખાડાનાં મહામંડલેશ્વર સ્વામી ડો . ઉમાકાન્તાનંદ સરસ્વતીજીનું ભરૂચમાં આગમન 

Share

સ્વામીજીએ ભારતીય સંસ્કૃતિ તેમજ સનાતન પર આધ્યાત્મિક પ્રવચનો આપ્યાં
ભરૂચ.
ભરૂચ ખાતે જુના અખાડાનાં શ્રી શ્રી ૧૦૦૮ પરમપૂજ્ય મહામંડલેશ્વર સ્વામી ડો . ઉમાકાન્તાનંદ સરસ્વતીજી મહારાજ નું ભરૂચ ખાતે શાશ્વતમ પરિવાર નાં ભક્ત ડો જીતેન્દ્રસિંહ રાજપૂત નાં નિવાસ્થાને આગમન થયું હતું. સ્વામીજી એ ૧૨ વર્ષની ઉંમરે ગુરુદીક્ષા લઇ ૧૬ વર્ષની ઉમર માં ગૃહ ત્યાગ કરી કઠિન તપસ્યાનો આરંભ કર્યો હતો. સ્વામીજી છેલ્લા ૨૫ વર્ષોથી રામાયણ, ગીતા, શ્રીમદ્ભભાગવત, ઉપનિષદ તેમજ ભારતીય સંસ્કૃતિ નાં વિભિન્ન વિષયો પર પ્રવચન આપી રહ્યા છે. તેઓને દેશની પ્રતિષ્ઠિત આઈ. આઈ, ટી. તેમજ મેડીકલ કોલેજો મોટીવેશનલ સ્પીકર તરીકે આમંત્રિત કરી ચુકી છે.
સ્વામીજી વિશ્વના લગભગ ૪૦ દેશો માં ફરીને ભારતીય સંસ્કૃતિ તેમજ સનાતન પર આધ્યાત્મિક પ્રવચનો આપી ચુક્યા છે, તેમજ તેઓએ ૧૯૯૯ માં દક્ષિણ આફ્રિકા ખાતે કેપટાઉન શહેર માં વિશ્વ ધર્મસભા માં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું. સ્વામીજીએ તિહાર જેલ સહીત દેશની ઘણી જેલોમાં પોતાના ઉપદેશ આપી કેદીઓના જીવનમાં સુધાર લાવવાનું ભગીરથ કાર્ય કર્યું છે.
હાલમાં સ્વામીજી પોતાની વિચારક્રાંતિ દ્વારા રામકથા તેમજ શ્રીમદ્દ ભાગવત કથા દ્વારા પ્રવચનો આપી જનકલ્યાણ નું મહાન કાર્ય કરી રહ્યા છે. દેશ અને વિદેશમાં સ્વામીજી દ્વારા વ્યક્તિત્વ વિકાસ તેમજ જીવન લક્ષ્ય ની પ્રાપ્તિ હેતુ શાશ્વતમ જીવન વિદ્યા કોર્ષ ચલાવવામાં આવે છે. શાશ્વતમ જ્યોતિ નામક પત્રિકાનું પ્રકાશન પણ તેમના આશ્રમ દ્વારા થાય છે.સ્વામીજી એ પ્રાચીન ભારતીય યોગ પરંપરા માં થી પી. એચ. ડી. ની ડિગ્રી ગુરુકુળ કાંગડી, હરિદ્વાર થી પ્રાપ્ત કરેલ છે. તેમના આશ્રમો હરિદ્વાર તથા મોરિશિયસ ખાતે આવેલ છે.
ભરૂચ ખાતેના સ્વામીજી નાં આશિર્વચન કાર્યક્રમમાં ભરૂચ નાં ધારાસભ્ય  રમેશભાઈ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા પંચાયત નાં કારોબારી સમિતિ નાં ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રી, ભાજપ જિલ્લા મહામંત્રી  નિરલ પટેલ, વિશ્વ હિન્દૂ પરિષદના અજયભાઈ વ્યાસ તેમજ આર. એસ. એસ. ના ડો. કૌશલ પટેલ,  નીરવ પટેલ તેમજ ઉત્તર ભારતીય સમાજના આગેવાનો  વી. કે. શ્રીવાસ્તવ,  એ. કે. કૌશિક, રાજેન્દ્ર શર્મા વિગેરે એ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો

Share

Related posts

સુરતનાં લીંબાયત ઝોનના ડેપ્યુટી ટાઉન પ્લાનર 1.50 લાખની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા.

ProudOfGujarat

વડોદરા જિલ્લાની સ્વસહાય જૂથની મહિલાઓના ઉત્કર્ષ માટે વહિવટી તંત્ર દ્વારા ‘કેશ ક્રેડિટ કેમ્પ’ યોજાયો.

ProudOfGujarat

પોલીસ તંત્ર માટે રવિવાર ગૌરવવંતો બનશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!