Proud of Gujarat
bharuchCrime & scandalFeaturedGENERAL NEWSGujaratINDIAUncategorized

ભરૂચની મુન્શી સ્કૂલ ખાતે ખેલ-ઉત્સવ ઉજવાયો, બાળકોએ વિવિધ રમતોમાં ભાગ લીધો

Share

બાળકના સર્વાંગી વિકાસ માટે રમતગમત જરુરી : આચાર્ય
ભરૂચ.
ભરૂચના મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઇરફાન મુન્શી (ઇંગ્લિશ મીડિયમ કિન્ડરગાર્ટન, ગુજરાતી મીડિયમ શિશુ વિહાર તથા ભરુચ શહેરની મુન્શી ટ્રસ્ટ સંચાલિત વિવિધ બાલવાડીઓ)  દ્વારા રવિવારે ઉત્સાહ, આનંદ અને બાળમનોરંજનથી ભરપૂર સ્પોર્ટ્સ ડે (ખેલ ઉત્સવ – ૨૦૨૫ ) કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.કાર્યક્રમનો મુખ્ય હેતુ નાના બાળકોમાં રમતગમત પ્રત્યે રુચિ વિકસાવવી તેમજ તેમના શારીરિક અને માનસિક વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.
વિદેશથી પધારલા મેહમાનોના વરદ હસ્તે કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો. ત્યારબાદ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનેપાકની સાથે કરવામાં આવી હતી. બાદમાં કે.જી. વિભાગના નાનાં બાળકોએ રનિંગ રેસ, કલેકટિંગ  બોલ્સ, પાસિંગ થ્રૂ રીંગ્સ, રસ્સા ખેચ, બલૂન રેસ અને ફન ગેમ્સ જેવી વિવિધ રમતોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોના ચહેરા પર દેખાતો આનંદ અને આત્મવિશ્વાસ સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
આ પ્રસંગે વિદેશથી પધારેલા મેહમાનો ,મુન્શી ટ્રસ્ટના ટ્રસ્ટી તેમજ કારોબારી સભ્ય તથા શાળાના આચાર્ય, શિક્ષકો  મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં વિદેશથી પધારેલા મહેમાનોના વરદહસ્તે સ્પોર્ટ્સમાં પ્રથમ અને દ્વિતીય ક્રમે આવેલા વિદ્યાર્થીઓને ઇનામો અને પ્રમાણપત્રો આપી સન્માનિત કરવામાં આવ્યા, જેને કારણે બાળકોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.
આચાર્યએ બાળકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે રમતગમત બાળકના સર્વાંગી વિકાસ માટે અતિ આવશ્યક છે. રમતગમતથી બાળકોમાં શિસ્ત, સહકાર, આત્મવિશ્વાસ, સહનશીલતા તથા ટીમ ભાવના વિકસે છે. સાથે સાથે તે બાળકોને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રેરિત કરે છે અને અભ્યાસ સાથે રમતગમતનું સંતુલન જાળવવાની મહત્વતા પણ સમજાવી હતી. કાર્યક્રમના અંતે તમામ ભાગ લેનાર બાળકોને પ્રોત્સાહન આપવામાં આવ્યું અને સમગ્ર કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો.

Share

Related posts

અંકલેશ્વર બોરભાઠા બેટ નજીકથી ડી-કમ્પોઝ હાલતમાં બિનવારસી મૃતદેહ મળી આવ્યો.

ProudOfGujarat

ઝઘડીયા : અઠવાડિયામાં ત્રણ દિવસ દુકાનો બંધ રાખવાના આદેશનાં વિરોધમાં રાજપારડીનાં વેપારીઓનું આવેદન.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચુડાના મીણાપુર ગામનો યુવક લાપતા થતાં કેનાલમાં શોધખોળ કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!