બાંગ્લાદેશી યુવતીઓને લાવી તેમની પાસે દેહવ્યાપાર કરાવતાં હતાં
ભરૂચ
ભરૂચ જિલ્લામાં સ્પાની આડમાં બાંગ્લાદેશથી લવાયેલી યુવતિઓ પાસે દેહવિક્રિયના ધંધો કરાવાવમાં આવતો હતો. ત્યારે ભરૂચ એલસીબી તેમજ એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ડુપ્લિકેટ ઓળખકાર્ડ સાથે ૧૦ વર્ષથી ભારતમાં અને હાલમાં ભરૂચમાં રહેતાં બાંગ્લાદેશી ફારૂક શેખને ઝડપી પાડયો છે. સાથે સાથે ત્રણ સ્થાના સંચાલકો જેમાં ભરૂચમાં મુસ્કાન સ્પાના નાઝીમખાન સઈદખાન, મંગલબજા૨ સ્થિત સામાન્ય ગેસ્ટ હાઉસના સંચાલક રઈશ મહંમદ રફીક શેખ તેમજ અંકલેશ્વરમાં ગોલ્ડન સ્પાના સંચાલક સુજીતકુમાર લક્ષ્મીકાંત ઝાની પણ ધરપકડ કરી હતી. ટીમે ૧૨ બાંગ્લાદેશી તેમજ ૨ કલકતાની મળી કુલ ૧૪ યુવતિઓને બચાવી હતી. આરોપીઓને અદાલતમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેમના ૨૩મી ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર રાખ્યાં છે.

પ્રાથમિક પુછપરછમાં કારૂકે કબુલાત કરી હતી કે, તેણે ગેરકાયદે રીતે બાંગ્લાદેશથી ભારતમાં પ્રવેશ કર્યા બાદ પશ્ચિમ બંગાળમાં ખોટો જન્મનો દાખલો બનાવ્યો હતો. જેના આધારે તે છેલ્લા દશેક વર્ષથી ગુજરાતમાં અલગ અલગ સ્થળે રહેતો હતો. તેથો વધુમાં કબુલાત કરી છે કે, તેણે અત્યાર સુધીમાં ૬૦થી વધુ બાંગ્લાદેશી મહિલાઓને ભારતમાં લાવી તેમને ગોવા, મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાન સહિતના રાજ્યમાં તેના એજન્ટોને મોકલી આપી હતી. જોકે, પોલીસે તેણે કોની પાસેથી બોગસ આઈકાર્ડ બનાવ્યું. તેણે અત્યાર સુધીમાં બીજી કેટલી યુવતીઓને બાંગ્લાદેશથી લાવી છે. તેમજ અન્ય કોઈ તેની સાથે સંડોવાયેલું છે કે કેમ, દેહવિક્રિય સિવાય અન્ય કોઈ દેશવિરોધી કૃત્યને અંજામ આપવાનો તેનો કે તેના સાગરિતોનો ઈરાદો હતો કે કેમ તે સહિતના મુદ્દાઓને આધારે પોલીસે રિમાન્ડ મેળવ્યાં હતાં.
એસઆઈઆરની કામગીરી વચ્ચે બોગસ દસ્તાવેજનો મામલો સરકાર દ્વારા એસઆઈઆર થકી ભારતના મતદારોનો સ્પષ્ટ આંકડો મળવવાની કવાયતમાં છે. જેમાં અન્ય દેશના ધુસણખોરોને પણ શોધવાની કવાયત છે. જેના કારણે દરેક ઘરે ઘરે કરી ત્યાં રહેતાં લોકોની ખરાઈ કરવાની કામગીરી ચાલી રહી છે. અરસામાં ઝડપાયેલાં ફારૂકે કબુલ્યું હતુ કે, તેણે પશ્ચિમ બંગાળમાં બોગસ જન્મનો દાખલો બનાવડાવ્યો હતો. ત્યારે તેના બોગસ દસ્તાવેજ બનાવી આપનારની વિગતો મેળવી તેને ઝડપી પાવા માટેની કવાવતમાં ભરૂચ ટીમ જોતરાઈ છે.
