Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાવનગરમાં રખડતાં શ્વાને બચકાં ભરતાં મહિલાનું મોત

Share

ભાવનગરના જેસર દેપલા ગામમાં રખડતાં શ્વાને એક મહિલા પર હૂમલો કર્યો હતો. હડકાયા શ્વાને મહિલાને ગાલ અને શરીર પર બચકાં ભર્યાં હતાં. જેના કારણે તેમને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ત્યારબાદ તેમને સારવાર અર્થે ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. આ મહિલા ચાર સંતાનોની માતા હતી. તેમના મોત બાદ ચાર સંતાનોના માથેથી માતાની છત્ર છાયા મટી ગઈ છે.

આ બનાવ બન્યા બાદ ગામમાંથી રખડતા શ્વાનને દૂર કરવાની માંગ કરવામાં આવી છે. આવા હૂમલાઓથી અનેક લોકોના જીવ ગયાં છે અને અનેક લોકો ગંભીર ઈજાઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે તંત્ર દ્વારા માત્ર આશ્વાસન આપવામાં આવે છે પણ કોઈ નક્કર પગલાં લેવામાં આવતાં નથી. જેસર દેપલા ગામમાં શ્વાનના હૂમલાને કારણે ચાર સંતાનોએ તેમની માતા ગુમાવી હોવાથી ગામના લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ગામના સરપંચે પણ ગામમાંથી રખડતાં શ્વાનોને દૂર કરવાની માંગ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર નગરપાલિકા તંત્ર દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન માટે ખરીદી કરેલ ત્રણ ટેમ્પો ધૂળ ખાતા નજરે પડતાં નગર પાલિકાનાં વિપક્ષનાં નગર સેવકે આક્ષેપ કર્યો.

ProudOfGujarat

પાલેજ ગ્રામ પંચાયત અટવાયેલા શ્રમિકોની વ્હારે આવી બીજા રાઉન્ડમાં ૨૫૨ નું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું.

ProudOfGujarat

રાજપીપલા સ્થિત બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટીમાં વિશ્વ આર્દ્રભૂમિ દિવસની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!