Proud of Gujarat
FeaturedEntertainmentGujaratINDIAUncategorized

ગત વર્ષો માં ગુજરાત વિધાનસભા ખાતે જુતું ફેકનાર ગોપાલ ઇટાલિયા એ ફરી જુતું માર્યું કોણ છે આવખતે નિશાના પર …?? જાણો વધુ

Share

યુવાઓ માં બેરોજગારી જેવા સહીત ના મુદ્દા ને લઇ ગત વર્ષો માં વિધાનસભા ખાતે ઢસી જઇ  વિધાનસભા ના પ્રવેશ દ્વાર નજીક પત્રકાર પરિષદ ને સંબોધન કરતા હતા ત્યારે રાજ્ય ના ગૃહ પ્રધાન પ્રદીપ સિંહ જાડેજા ઉપર જુતું ફેંકી ને જે તે સમયે મીડિયા ના માધ્યમો થકી એકા એક લાઇમ લાઈટ માં આવેલા અને ત્યાર બાદ થી સોશિયલ મીડિયા જેવા અને અન્ય માધ્યમો થકી અવાર નવાર હંમેશા ચર્ચા માં આવતા નવ યુવાન ગોપાલ ઇટાલિયા હવે ગુજરાતી ફિલ્મ માં જોવા મળશે ..અને પ્રથમ વાર તેઓ ની અભિનય કલા ને પરદા ઉપર લાવી તેઓના ચાહકો માટે મનોરંજન પુરી પાડશે તેમ જાણવા મળી રહ્યું છે…..
જી હા જાણવા મળ્યા મુજબ ગોપાલ ઇટાલિયા ને આગામી અર્બન ગુજરાતીફિલ્મ “બેફામ” માં તેઓ ની કલાકારી ને દર્શાવતા નજરે પડ્યા છે..અને એ ફિલ્મ ટૂંક જ સમય માં ગુજરાતી સીનેમાઘરો માં રિલીઝ થવા જઇ રહી છે …..જે થકી ફરી એક વાર રાજ્ય ના ગૃહ પ્રધાન અને રાજ્ય ની જનતા ને જાણે કે ગોપાલ ઇટાલીયા આ ફિલ્મ ના માધ્યમ થી જુતું ફેંકવાની ઘટના ને તાજી કરી યાદ અપાવતા હોય તેમ ફિલ્મ ના રિલીઝ થયેલ ટ્રેલર ના ભાગ માં ૨ મિનિટ અને ૮ મી સેકેન્ડ માં નજરે પડી રહ્યા છે…………….
ગોપાલ ઇટાલિયા સાથે આ ફિલ્મ માં અન્ય પણ કેટલાય ગુજરાતી અભિનેતા અને અભિનેત્રીઓ તેમજ અન્ય કલાકારો  નજરે પડી રહ્યા છે..પરંતુ હાલ તો ગોપાલ ઇટાલિયા નો રોલ યુ ટયુબ તેમજ વોટ્સપ અને ફેસબૂક જેવા માધ્યમો માં ફિલ્મ ના વાયરલ થયેલ ટ્રેલર ગોપાલ ઈટાલિયા ના આ સિન ના કારણે અને તેઓ દ્વારા ગાવામાં આવેલ સોંન્ગ ના કારણે  ચર્ચા નું કેન્દ્ર બન્યા છે….ફિલ્મ ના સિન માં ગોપાલ ઇટાલિયા અન્ય કલાકારો ને કોઈ બાબત ને લઇ જુતું મારતો નજરે પડે છે જેમાં અન્ય કલાકારો મુઠ્ઠી પકડી ભાગતા હોય છે અને ગોપાલ ઇટાલિયા તેઓના પગ માંથી જુતું કાઢી મારતા નજરે નજરે પડે છે…અને હાલ એ બાબત આ ફિલ્મ ને જોયા બાદ જ સ્પષ્ટ પણે જાણી શકાય તેમ પણ છે….પરન્તુ અગાઉ ની તેઓ ની રિયલ લાઈફ ની ઘટના ને ગોપાલ ઇટાલિયા એ રીલ લાઈફ માં દર્શાવ્યો છે….
હાલ આગામી ગુજરાતી ફિલ્મ ” બેફામ” તેના રિલીઝ પહેલા જ જુતું ફેકવાના સિન ને લઇ ગોપાલ ઇટાલિયા ના ફ્રેન્ડ્સ માં ચર્ચા ના કેન્દ્ર સ્થાને બની છે..ત્યારે જોવું રહ્યું કે ગોપાલ ઇટાલિયા ની આ પ્રકાર ની રીલ લાઈફ ની એક્ટીંગનો રોલ રિયલ લાઈફ ના લોકો માં ફિલ્મી પરદા ઉપર કેટલો પ્રભાવ ઉભો કરે છે…ઉલ્લેખનીય છે કે હાલ માં ગોપાલ ઇટાલિય ૪૦ હજાર થી વધુ ફ્રેન્ડ્સ ફોલોઅર્સ સોસિયલ મીડિયા માં ધરાવે છે અને તેની ફિલ્મી સફરના અભિનય ને જોવા માટે કદાચ તેના ફ્રેન્ડ્સ માં પણ ઉત્સુકતા જોવા મળે તે બાબત નકારી શકાય તેમ નથી……
કોમેડી.ડાયલોગ બાજી તેમજ કલાકારો થી ભરપૂર લાગતી આ ફિલ્મ આગામી દિવસો માં અન્ય સુપર હિટ ગુજરાતી ફિલ્મો ની જેમ આ ફિલ્મ પણ સિનેમા ઘરો માં ધૂમ મચાવશે તેવું ફિલ્મ ના રિલીઝ થયેલા ટ્રેલર અને સોંન્ગ તેમજ કલાકારો થી ભરપૂર મનોરંજન કરાવતા ભાગ ઉપર થી હાલ તો અનુમાન લગાવી શકાય તેમ છે….
પરંતુ હાલ એકા એક ચર્ચા માં આવેલી”બેફામ” ગુજરાતી ફિલ્મ સિનેમા ઘરો ઉપર ના પરદા પર પણ લોકો ને બેફામ મનોરંજન પૂરું પાડતી  નજરે પડશે તેવી આશાઓ છે તેમ હાલ ફિલ્મ ના રિલીઝ પહેલા ફિલ્મ સાથે જોડાયેલા લોકો પાસે થી એક વાતચિત્ત માં જાણવા મળી રહ્યું છે…………

Share

Related posts

ભરૂચનાં કવિઠા ગામ નજીક ખુલ્લામાં હારજીતનો જુગાર રમતાં 6 જુગારિયાને નબીપુર પોલીસે રેડ કરી ઝડપી લીધા હતા.

ProudOfGujarat

ઝઘડિયાના સ.વાઘપુરા ગામે વેચાણ માટે રાખેલ વિદેશી દારુ ઝડપાયો

ProudOfGujarat

ડાકોરના નેસ ગામેથી નકલી માર્કશીટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું.

ProudOfGujarat
error: Content is protected !!