Proud of Gujarat
INDIAFeaturedGujarat

છોટાઉદેપુર : બોડેલી તાલુકાની પાણેજ ગામની પ્રાથમિક શાળામાં બાળકો પાસે સાફ સફાઈ કરાવાઈ.

Share

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાની પાણેજ ગામની પ્રાથમિક શાળામાં કચરો નાખવા મોકલ્યા હોવાનો વિડીયો વાઇરલ થતાં જિલ્લામાં ચકચાર મચી છે. પરતું હવે આદિવાસી બાળકોને ભણવું છે. છતાંય બાળકોને શિક્ષણની જગ્યાએ સફાઈ કામમાં જોતરી દેવાતા ગ્રામજનો સવાલો ઉઠાવી રહ્યા છે. શું આ રીતે બાળકો આગળ વધશે તેવા અનેક સવાલો?

બાળકોના હાથમાં પુસ્તકને બદલે સાવરણા અને ડોલ જોવા મળતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ત્યારે આ ઘટનાને લઈ શાળા સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો છે. સરકાર સ્વચ્છતાને લગતી ગ્રાન્ટ આપે છે છતાંય પરિસ્થિતિ તેવી જ છે.

શાળામાં બાળકો ભણવા જતાં હોય છે અને ત્યાં ભણીગણીને બાળકો પોતાનું ભવિષ્ય બનાવતા હોય છે પણ જે શિક્ષકોએ બાળકોને શિક્ષણ આપવાનું હોય તેને બદલે સાફ સફાઈ કરાવતા હોય ત્યારે ગામડાનુ શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે. તેનો બોલતો પુરાવો વાઈરલ થયેલા વિડિયો દ્વારા જોવા મળી રહ્યો છે.
બાળકોમાં શિક્ષણ સાથે સંસ્કારોનું સિંચન થાય તે માટે શાળામાં વાલીઓ મોકલે છે પરંતુ હવે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના પાણેજ ગામની પ્રાથમિક શાળામાં બાળકોના હાથમાં પુસ્તકના બદલે હાથમાં ડોલ સાવરણી વગેરે જોવા મળી રહી છે.

Advertisement

ફૈજાન ખત્રી જિ.છોટાઉદેપુર


Share

Related posts

ભરૂચ : આણંદ જીલ્લાનાં વાસદ પોલીસ સ્ટેશનનાં છેલ્લા 3 વર્ષથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી.

ProudOfGujarat

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડ અને અદાણી ફાઉન્ડેશનનાં સંયુક્ત ઉપક્રમે કવચીયા ગામે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઇ

ProudOfGujarat

જામનગરમાં મહિલાઓ માટે આંતરરાષ્ટ્રીય યોગ દિન નિમિત્તે વિનામૂલ્ય વોકેથોનું આયોજન કરાયું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!