Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડા : શાળામાં મધ્યાહન ભોજન માટે સડેલું અનાજ આવતા ચકચાર.

Share

ખેડા જીલ્લામાં પ્રાથમિક શાળાના બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થતી હોવાની ઘટના સામે આવી છે. સિજીવડાગામે આવેલી પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજન યોજનામાં ભોજન તૈયાર કરવા માટે આવેલું અનાજ સડેલું હોવાનો વિડીયો વાઈરલ થતા વહીવટી તંત્ર દોડતું થયું હતું.

મળતી માહિતી પ્રમાણે ખેડા જિલ્લાના માતર તાલુકાના સિંજીવડા ગામે પ્રાથમિક શાળામાં મધ્યાહન ભોજનમાં બનાવવામાં આવતા ખોરાકનું અનાજ સડેલુ હોવાનો વિડિયો વાયરલ થયો હતો. પ્રાથમિક શાળાને આપવામાં આવેલું અનાજ સડેલું હોવાની જાણ વિડિયો વાયરલ મારફત વહીવટી તંત્રને થતાં મામલદાર સહિત ઉચ્ચ અધિકારીઓનો કાફલો સીંજીવાડા ગામે પહોંચ્યો હતો. આ મામલે સડેલું અનાજ શાળામાં કઈ રીતે આવ્યું અને કોણ લાવ્યું તે અંગેની તપાસ મામલતદાર દ્વારા હાથ ધરવામાં આવી છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

ભરૂચ જિલ્લામાં બાંગ્લાદેશી ઘુસણખોરોને શોધવા પોલીસનું મેગા સર્ચ ઓપરેશન : SOG અને સ્થાનિક પોલીસની સંયુક્ત ટીમો દ્વારા રાતભર કોમ્બિંગ; સંવેદનશીલ વિસ્તારોમાં સઘન ચેકિંગ

ProudOfGujarat

અંકલેશ્વર-ભરૂચ તમિલ એસોસિએશન દ્વારા વાર્ષિક અયપ્પા પૂજાનું આયોજન કરાયું હતું.

ProudOfGujarat

અંકલેશ્વર : સન ફાર્મા લેબોરેટરીઝ લિમીટેડ દ્વારા આસિસ્ટન્ટ બ્યૂટી થેરાપિસ્ટ ટ્રેનીંગ વર્ગનું ઉદ્ઘાટન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!