Proud of Gujarat
FeaturedGujaratINDIA

છોટાઉદેપુર : આમ આદમી પાર્ટી દ્વારા બોડેલી ખાતે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો.

Share

નવા વર્ષની શરૂઆતે છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુતની અધ્યક્ષતામા સ્નેહમિલન કાર્યક્રમ રાખવામા આવ્યો.

ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જૂનભાઈ રાઠવાએ કાર્યક્રમ સંબોધતા જણાવ્યુ કે જો ભાજપ કોંગ્રેસે 2022 સુધીમાં રાઠવા કોળી અને 24 એલઆરડી ઉમેદવારોના પ્રશ્નનોનો કાયમી ધોરણે ઉકેલ લાવવો જોઈએ અને પોતાના નામે એક સારુ કામ સાબિત કરવું જોઈએ, જો તેમ નહીં થાય તો આમ આદમી પાર્ટી 2022 માં સરકાર બનતાની સાથે જ આ પ્રશ્નોનો ઉકેલ લાવી દેશે.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જૂનભાઈ રાઠવા, પ્રદેશ મહામંત્રી મયંકભાઈ શર્મા, જિલ્લા પ્રમુખ ધર્મેન્દ્રસિંહ રાજપુત, મહિલા પ્રમુખ લીલાબેન રાઠવા અને જિલ્લા તથા તાલુકાના વિવિધ સેલના પ્રમુખ અને મહામંત્રી સાથે દરેક તાલુકાના કાર્યકર મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

ફૈજાન ખત્રી કલારાણી જિ.છોટાઉદેપુર

Advertisement

Share

Related posts

અંકલેશ્વર ના પાનોલી ઓવર બ્રીજ નજીકથી પોલીસે બાતમી ને આધારે રાજસ્થાની બુટલેગર ને ઝડપી લઈ વિદેશી દારૂ અને અન્ય મુદ્દામાલ મળી કુલ ૫લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબ્જે હતો

ProudOfGujarat

માંગરોળ : વાંકલ ગામે સાયન્સ કોલેજમાં SY BSC માં અભ્યાસ કરતો વિદ્યાર્થીએ છાત્રાલયનાં રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી.

ProudOfGujarat

ઝઘડિયાનાં અવિધા ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!