Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજ ગ્રીન ફીલ્ડ કેમિકલ્સ કોમ્પ્લેક્સમાં આવેલી SRF કંપનીના C-2 પ્લાન્ટમાં સલ્ફયુરિકએસિડની ટેન્કમાં બ્લાસ્ટ :1નું મોત,2 ઈજાગ્રસ્ત

Share

દહેજ ગ્રીન ફીલ્ડ કેમિકલ્સ કોમ્પ્લેક્સમાં આવેલી SRF કંપનીના C-2 પ્લાન્ટમાં સલ્ફયુરિક એસિડની ટેન્કમાં પ્રેશર વધી જતાં બ્લાસ્ટ થતા એસિડનાં ઉડેલા ફુવારાથી ગંભીર રીતે દાઝેલા 3 કર્મચારીઓ પૈકી 1 નું મોત થયું છે. જ્યારે 2 કામદારોને વધુ સારવાર માટે વડોદરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.દહેજ ઔદ્યોગિક વસાહતમાં આવેલી SRF ઈન્ડસ્ટ્રીઝમાં સોમવારે રાતે કંપનીના સી-2 પ્લાન્ટમાં રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રેસર વધી જતાં સલ્ફ્યૂરિક એસિડ ટેન્કમાંથી છૂટયુ હતું.

દહેજની SRF કંપનીના સી-2 પ્લાન્ટમાં સોમવારે રાસાયણિક પ્રક્રિયા ચાલી રહી હતી. તે વેળાં સલ્ફ્યુરિક એસિડના ટેન્કમાં પ્રેસર વધી જતાં બ્લાસ્ટ સાથે સલ્ફ્યૂરિક એસિડ ફૂવારા સાથે લીક થયું હતું.ફરજ પર પ્લાન્ટમાં કામ કરી રહેલા ઝુબેર રાણા, રાજેન્દ્ર પરમાર તેમજ બબન પ્રસાદ ગુપ્તા એસિડથી ગંભીર રીતે દાઝી ગયા હતા. મોઢા, ગળા, છાતીના ભાગે એસિડથી દાઝી ગયેલા ત્રણેય કામદારોને તાત્કાલિક સારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Advertisement

જ્યાં ઝુબેર રાણાનું સારવાર દરમિયાન મોત થયું હતું. જ્યારે બબન ગુપ્તા અને રાજેન્દ્ર પરમારની હાલત વધુ ગંભીર થતા બન્નેને વડોદરાની ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી.ઘટના અંગે દહેજ પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સેફટી એન્ડ હેલ્થ વિભાગ સાથે પોલીસે પણ આગળની વધુ તપાસ હાથ ધરી છે.


Share

Related posts

ભરૂચ : કંપનીઓ દ્વારા લોકડાઉન સમયગાળાનો પગાર ચૂકવવા બાબતે ઝઘડિયાનાં ધારાસભ્ય છોટુભાઈ વસાવાની કલેક્ટરને પત્ર લખી રજુઆત,જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લામાં ઉદ્યોગો દ્વારા થતા પ્રદૂષણને અટકાવવા સંદીપ માંગરોલા એ મુખ્યમંત્રીને કરી રજૂઆત

ProudOfGujarat

સાર્વજનિક હાઈસ્કૂલ-કાવી ના સિનીયર કલાર્ક ઇકબાલ બહાદુર નો નિવૃત્તિ વિદાય અને સન્માન સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!