Proud of Gujarat
FeaturedGujaratINDIA

દહેજના લખીગામની રોહા ડાઇકેમ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતાં અફરાતફરીનો માહોલ.

Share

દહેજના લખીગામ ખાતે સેઝ-2 માં આવેલી રોહા ડાઇકેમ કંપનીમાં મંગળવારે રાત્રે કોઇકારણસર આગ ભભુકી ઉઠી હતી. જોતજોતામાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું હતું. આગ વધુ પ્રસરતાં કંપનીમાં કામ કરી રહેલાં કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી. ઘટનાને પગલે આસપાસની કંપનીઓના લાશ્કરોએ તુરંત સ્થળ પર દોડી આવી આગને કાબુમાં લેવા માટેનો પ્રયાસ કર્યો હતો. દહેજ પાસે આવેલાં લખીગામ ખાતે સેઝ-2 માં આવેલી ડાઇકેમ કંપનીમાં મોડીરાત્રે અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગ વધુને વધુ પ્રસરતાં કંપનીના એકભાગને આગે ઝપેટમાં લઇ લીધી હતી. આગની ઘટનાને પગલે કંપનીમાં કામ કરતાં કામદારોમાં નાસભાગ મચી ગઇ હતી.

ઘટનાની જાણ આસપાસની કંપનીઓને થતાં ડીસીએમ, સેઝ 1-2, આરતી ઇન્ડસ્ટ્રીઝ, સ્ટર્લિંગ ઓક્ઝિલરીઝ કંપનીના લાશ્કરો તુરંત સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે પાણી-ફર્મનો મારો ચલાવી આગને કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, આ લખાય છે ત્યાં સુધી આગ કાબુમાં આવી ન હતી.

Advertisement

ઘટના સ્થળે પહોંચેલાં દહેજ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઇ આર. એલ. ખટાણા તેમજ તેમની ટીમે પણ આપાતકાલિન કામગીરીમાં જોતરાયાં હતાં. આગ હજી ચાલુ હોવાને કારણે તેમાં કોઇ જાનહાની થઇ છે કે કેમ, તેમજ કયાં કારણોસર આગ લાગી છે તે સહિતનો કોઇ વિગતો બહાર આવી ન હતી.


Share

Related posts

નેત્રંગ તાલુકાની પીંગોટ ગ્રામ પંચાયતને બરખાસ્ત કરવાની ડે.સરપંચ અને ચાર સભ્યોની માંગ કરતાં ખળભળાટ મચી જવા પામ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ : દહેજની મેઘમની ઓર્ગેનીક લિમિટેડ કંપની બહાર કર્મચારીઓનો હોબાળો,જાણો વધુ.

ProudOfGujarat

ભરૂચનાં પ્રાચીન નિલકંઠ મહાદેવની ભવ્ય પાલખી શોભાયાત્રા નીકળી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!