Proud of Gujarat
SportINDIA

આઈપીએલમાં ફરી કોરોનાની એન્ટ્રી: સનરાઇઝર્સનો ફાસ્ટ બોલર ટી.નટરાજન કોરોના પોઝિટિવ

Share

આઈપીએલ માં એકવાર ફરી કોરોના ઘુસી ગયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગ માં આજે રમાનારી મેચ પર સંકટના વાદળો છવાયા છે. દિલ્હી કેપિટલ્સ સામે રમાનારી મેચની થોડી કલાકો પહેલા સનરાઇઝર્સ હૈદરાબાદનો ટી નટરાજન કોરોનાથી પોઝિટિવ થયો છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 14મી સિઝનને કોરોનાની નજર લાગી ગઈ હોય એમ લાગી રહ્યું છે. પહેલા ફેઝમાં કોરોનાની એન્ટ્રી થતા હવે UAEમાં આયોજિત બીજા ફેઝ દરમિયાન પણ ખેલાડી પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી કેપિટલ્સ સામે આયોજિત મેચના 4 કલાક પહેલા હૈદરાબાદના ફાસ્ટ બોલર ટી.નટરાજન કોરોના પોઝિટિવ મળી આવ્યા છે.

જોકે BCCIએ કહ્યું છે કે મેચ તેના સમયાનુસાર જ શરૂ થશે. નટરાજનના પોઝિટિવ આવતા SRHના વિજય શંકર સિવાય અન્ય 5 કોચિંગ સ્ટાફને આઇસોલેટ કરાયા છે. નટરાજનને ટીમથી અલગ રાખવામાં આવ્યો છે. હાલ તે આઈસોલેશનમાં છે. ટી નટરાજન 9 સપ્ટેમ્બરે હૈદરાબાદના ટ્રેનિંગ કેમ્પમાં સામેલ થવા માટે UAE પહોંચ્યો હતો. એટલે કે તે 13 દિવસથી ત્યાં હાજર છે. જોકે હજુ સુધી એ વાતની પુષ્ટી નથી થઈ કે એ ક્યારે પોઝિટિવ આવ્યો.

Advertisement

આઈપીએલ તરફથી ટ્વીટમાં જાણકારી આપવામાં આવી છે કે આજની મેચ રમાશે. બાકી ખેલાડીઓ અને અન્યનો આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યો છે અને તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.આઈપીએલના ટ્વિટર હેન્ડલથી આપવામાં આવેલી
જાણકારી પ્રમાણે આજે સાંજે દુબઈ આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં રમાનાર સનરાઇઝર્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ સમય પર રમાશે. સનરાઇઝર્સ હૈદરાબાદ માટે આઈપીએલ 2021નો પ્રથમ ફેઝ ખુબ નિરાશાજનક રહ્યો હતો. જ્યાં ટીમે સાત મેચ રમી હતી અને છ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. સનરાઇઝર્સ હૈદરાબાદના ખાતામાં માત્ર બે પોઈન્ટ છે. જો દિલ્હી કેપિટલ્સની વાત કરીએ તો ટીમે પ્રથમ ફેઝમાં 8 મેચ રમી અને છ જીત મેળવી હતી. દિલ્હીની ટીમ 12 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે.


Share

Related posts

ભરૂચ : વડોદરા મધ્યસ્થ જેલ ખાતે સજા ભોગવતા કેદી રજા પરથી પરત ન આવતા ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

ProudOfGujarat

ઉમરપાડામાં પૂર્વ કેબીનેટ મંત્રી ગણપતસિંહ વસાવાના હસ્તે ગેસ કનેકશન વિતરણ તથા એમ્બ્યુલન્સના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

રાજપીપળા : તિલકવાડા તાલુકા યુવા મોરચાના કાર્યકરો દ્વારા રક્તદાન શિબિર યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!