Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરા : જિલ્લા કોંગ્રેસે ખેડુતોના વિવિધપ્રશ્નો ને લઇ મામલતદારને આપ્યુ આવેદનપત્ર

Share

 

વિજયકુમાર, ગોધરા

Advertisement

પંચમહાલ જીલ્લાના ગોધરા શહેર – તાલુકા કોંગ્રેસ સમિતી તરફથી ખેડુતોની વિવિધ સમસ્યાઓ અને તેમના પ્રશ્નોને ન્યાય મળે તે માટે અગ્રણીઓ સાથે સરકારની ખેડુત વિરોધી નીતી તેમજ જુદા જુદા મુદ્દે મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કરવામા આવ્યુ હતુ.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોધરા શહેર- તાલુકા કોંગ્રેસ દ્વારા પ્રમુખ અજીતસિંહ ભટ્ટી અને માજી ધારાસભ્ય રાજેન્દ્ર સિંહ પરમાર ની આગેવાનીમાં કોંગ્રેસના કાર્યકરો વિશ્વ કર્મા ચોક ખાતે એકત્ર થયા હતા અને રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોચ્યા હતા.અને સરકારની ખેડુત વિરોધીનીતી તેમજ ખેડુતોને અન્યાયના મુદ્દે સુત્રોચ્ચાર કર્યા હતા. આવેદનપત્રમા સરકાર ઉપર આક્ષેપ કરવામા આવ્યો હતો કે સરકાર વિકાસના નામે ખેડુતોની જમીન નિયમવિરૂધ્ધ સંપાદન કરવામા આવી રહી છે. બુલેટ ટ્રેન હોય કે પછી ધોલેરાસર કે પછી ભાવનગર પાવર પ્લાન્ટની જગ્યા દરેકમા સ્થાનિક ખેડુતો પોતાની જમીન બચાવા માટે આંદોલન કરી રહયાછે. તે માટે ખેડુતો ને જમીનનુ પુરૂ વળતર મળે તે માટે કેન્દ્રની યુપીએ સરકારે જમીન સપાંદન વાજબી વળતર ૨૦૧૩ના કાયદા હેઠળની જોગવાઈ ના સંપુર્ણ અમલીકરણકરી ખેડુતોને પુરતો ન્યાય આપવામા આવે, ખેતીનીપુરતી સુવિધાઓ પુરી પાડવા, ખેતપેદાશો માટે પોષણક્ષમ ભાવેખરીદીનીવ્યવસ્થા ,પાકની વિમાની ચુકવણી ખેડુતોમા અત્યાચાર મુદ્દે ખેડુતોને ન્યાય મળે તે માટે આવેદનપત્રમા રજુઆતકરવામા આવી હતી.


Share

Related posts

આર્ટ ઓફ લિવિંગ અંકલેશ્વર દ્વારા -જ્ઞાન ચર્ચા .સંગીત સંધ્યા કાર્યક્રમ યોજાયો …

ProudOfGujarat

પંચમહાલ જિલ્લાનાં ગોધરા શહેરમાં કોરોનાનો વધુ એક પોઝિટીવ કેસ નોંધાયો જિલ્લામાં અત્યાર સુધી કુલ 2 કેસ નોંધાયા.

ProudOfGujarat

કેવડિયામાં ડિજી કોન્ફરન્સ ચાલુ થતા ગરૂડેશ્વર તાલુકાના ગામોના ઘરો પર કાળી ધજા ફરકવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!