Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

ગોધરા પોલીસએ ૧૫ અબોલ પશુઓને કતલખાને લઈ જતા બચાવા …

Share

દિનેશભાઇ અડવાણી

ગોધરા શહેર ના મેડ સર્કેલ પાસે થી બી ડિવીઝન પોલીસે બાતમી નાં આધારે ગોધરા તરફ જતી  ટ્રકમાંથી  કતલ ખાને લઈ જવાતા ૧૫ પશુઓને બચાવી લીધા હતા પશુ ઓને પાંજરા પોળ ખાતે મોકલી દેવામાં આવ્યા હતા પોલીસે પશુ અને ટ્રકને મળી અંદાજીત રૂપિયા ૭. ૮૫લાખ નો મુદામાલ જપ્ત કરી ને ચાલક ને પકડી પાડી કાયદેસર ની કાર્યવાહી હાથધરી હતી

Advertisement

ગોધરાના મેડ સર્કેલ પાસેથી ગેરકાયદેસર પશુ ભરેલ વાહન પસાર થવાની બાતમી ગોધરા ડિવીઝન પોલીસ મથક નાં પોલીસ ઈન્સ્પેક્ટર બી. આર. ગોહિલ ને મળી હતી બાતમી ને હકીકત ગણી ને તેઓ અને બી ડિવીઝન પી એસ આઈ એમ. એચ. નીસરતા સહિત ડીસ્ટાફ પી એસ આઇ એમ એન જાડેજા તથા પોલીસ સ્ટાફનાં માણસો ગોધરાના મેડ સર્કેલ પાસે આવતા જતા વાહનો ની તપાસણી કરી રહયા હતા તે સમયે બાતમી નાં વર્ણન વાળી ટ્રક નંબર જી જે ૦૯ વાય ૮૬૪૨ આવી રહી હતી તેને અટકાવી ને  તાડપત્રી ખોલતા અંદર નાં ભાગ માંથી કુરતા પૂર્વક બાંધી રખાયેલ કુલ ૧૫ જેટલા પશુઓ મળી આવ્યા હતા પોલીસે પશુ અંગેના આધાર પુરાવાની માંગણી કરી હતી પરંતુ ચાલક પાસે કોઈજ પુરાવા ન મળતા કતલ નાં ઈરાદે પશુઓને  લઈ જવાતા  હોવાનું માલુમ થયું હતું પોલીસે ૧૫ જેટલા પશુઓ ને પાંજરા પોળ પરવડી ખાતે મોકલી દીધા હતા પોલીસે પશુ ભરેલ ચાલક અટકાયત કરી હતી પોલીસે ૧૫ પશુ તેમજ ટ્રકગાડી મળી  અંદાજીત રૂપિયા ૭.૮૫ લાખ નો મુદામાલ જપ્ત કરી ને ચાલક સામે પશુધારા કલમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ ના ચક્રો ગતિમાન કર્યા હતા.

 

    


Share

Related posts

માંગરોળ : વેરાકુઈ ગામે ઘરમાં પૂજા પાઠ માટે પ્રગટાવેલો દીવો ઉંદર ખેંચી જતા ઘરમાં આગ લાગી.

ProudOfGujarat

હેલિકોપ્ટર ક્રેશમાં CDS જનરલ બિપિન રાવતનું મોત.

ProudOfGujarat

બેફામ બની બિન્દાસ અંદાજ માં વિદેશીદારૂ નો જથ્થો ભરી વહન થતી સ્વીફ્ટ કાર ને ઝાડેશ્વર ચોકડી વિસ્તાર માંથી પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી……..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!