Proud of Gujarat
GujaratFeaturedINDIA

ગોધરાના હોતચંદ ધમવાણીએ ૧૨૮ વખત રક્તદાન કરી પોતાના જન્મ દિવસની ઉજવણી કરી

Share


ગોધરા રાજુ સોલંકી

ગોધરાની રેડક્રોસ સંસ્થા ખાતે રક્તદાન શિબીરનુ આયોજન ધારાસભ્ય સી કે રાઉલજી અને પપોલીસ અધિક્ષક ડૉ લીના પાટીલ ની ઉપસ્થિતિમાં હોતચંદ ધમવાણી (બાબુજી) એ ૧૨૮મી વખત રકતદાન કરી પોતાની જન્મ દિવસની અનોખી ઉજવણી કરી હતી

Advertisement

રકતદાન એ જીવનદાન છે જેના થકી આપણે રકતદાન કરી ઘણીબધી જિંદગીઓ બચાવી શકીએ છે જેની આપણને ત્યારે ખબર પડે છે કે જ્યારે આપણા દ્વારા કરવામાં આવેલ રકતદાન કોઈ જીવન અને મોત વચ્ચે ઝઝૂમતા કોઈ વ્યક્તિ ને જ્યારે રક્ત ની જરૂર પડે ત્યારે આપણા દ્વારા રક્ત માટે આમતેમ ભટકવું પડે છે ત્યારે આપણને ખબર પડે છે કે રક્ત નું મહત્વ કેટલું હોય છે આ ઉપરાંત કોઈ દુર્ઘટના કે અતિશય બીમારીથી પીડાતા લોકો ને જ્યારે લોહીની જરૂર પડે છે ત્યારે કોઈ રક્તદાતા દ્વારા કરવામાં આવેલ રકતદાનનું રક્ત આપણી મહામૂલી જિંદગી બચવવા માટે કામ આવી જાય છે તેવું કામ લાયન્સ કલબ પરિવારના રિજી. ચેરમેન અને રેડકોંસ સોસાયટીના કારોબારી સભ્ય હોતચંદ ધમવાણી (બાબુજી)એ છેલ્લા ૧૯૮૭ની સાલથી આજદિન સુધી ૧૨૮મી વખત રકતદાન કરી જરૂરિયાતમદો ને પોતાનું રક્ત અલગ અલગ સંસ્થાઓ દ્વારા કરવામાં આવતા રકતદાન શિબિર માં ભાગ લઇ રકતદાન કરી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે
વધુમાં હોતચંદ ધમવાણી (બાબુજી) ને આરોગ્ય અને કુટુંબ કલ્યાણ વિભાગ ગુજરાત સરકારના અગ્રસચિવ માર્ગ અને મકાન વિભાગના મંત્રી જયદ્રથ સિંહ પરમાર પંચમહાલ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણ ધારાસભ્ય સી કે રાઉલજી અને દેવગઢ બારિયાની રાણી ઉર્વશી દેવી ના વરદ હસ્તે પણ સન્માન કરવામાં આવ્યું હતું તાજેતરમાં ગુજરાત રાજ્યના ગવર્નર ઓપીકોહલી ના જન્મ દિવસે રાજભવન તથા ગુજરાત રેડકોંસ સોસાયટીના સયુક્ત ઉપક્રમે સેન્ચુરીંયન રક્તદાતા ઓને સર્ટિફિકેટ તથા મોમેન્ટ દ્વારા સન્માન કાર્યકમ યોજાયો હતો જેમાં ગોધરા શહેર ના હોતચંદ ધમવાણી (બાબુજી)
ને ૧૨૭ મી વખત રક્તદાન કરવા બદલ ગુજરાત રાજ્ય ના ગવર્નર ઓપીકોહલી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ના વરદ હસ્તે સર્ટિફિકેટ તથા મોમેન્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા


Share

Related posts

પંચમહાલ LCBની ટીમે ટાટાસુમો ગાડીમાં કતલખાને લઇ જવાતા પાંચ ગૌવંશને બચાવ્યા. એક ઇસમની ધરપકડ

ProudOfGujarat

સુરત બમરોલી 120 ફૂટ રોડ પર મોબાઈલ સ્નેચિંગ કરી ભાગતા સ્નેચરની રિક્ષા પલટી મારી ગઈ હતી જેથી બે સ્નેચરને લોકોએ ઝડપી પાડ્યા હતા

ProudOfGujarat

નેત્રંગ પોલીસ મથક ખાતે નોંધાયેલ ગુનામા નાસતો ફરતો આરોપીને નેત્રંગ પોલીસે મોરમ્બા ખાતે થી ઝડપી પાડ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!