Proud of Gujarat
FeaturedGujarat

ગોવિંદગૂરુ યુનિર્વસીટીના વાઈસ ચાન્સેલર તરીકે પ્રતાપસિંહ ચૌહાણે કાર્યભાર સંભાળ્યો…

Share

પંચમહાલ રાજુ સોલંકી

જિલ્લાના વડામથક ગોધરા ખાતે આવેલી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે સૌરાષ્ટ્ર યુનિના પ્રતાપસિંહ ચૌહાણની આગામી ત્રણ વર્ષ માટે નિમણુંક કરવામાં આવી છે.

Advertisement

પંચમહાલ,દાહોદ,મહીસાગર છોટાઉદેપુર વડોદરા અને વડોદરા ગ્રામ્યની 125થી વધુ કોલેજોના જોડાણથી નવનિર્મિત ગોવિંદગુરુ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં પ્રથમ વાઇસ ચાન્સેલર તરીકે મહેન્દ્ર પાડલિયાએ ચાર્જ સંભાળ્યો હતો. તેમની ત્રણ વર્ષની મુદત પૂર્ણ થતા નવા કાર્યકારી વાઇસ ચાન્સેલર તરીકે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી ખાતે આવેલી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય જગદીશકુમાર પંડ્યાની નિમણૂક કરવામાં આવી હતી.જોકે સરકાર દ્રારા હવે આગામી ત્રણ વરસ માટે યુનિના વાઇસ ચાન્સેલર તરીકે સૌરાષ્ટ્ર યુનિના પ્રોફ્રેસર અને ડીન રહી ચુકેલા એવા ડો.પ્રતાપસિંહ ચૌહાણની નિમણુક કરીછે.આજે ગોધરા ખાતે આવેલા શ્રી ગોવિદગુરુ યુનિના કાર્યાલય ખાતે આવેલી ઓફીસ ખાતે તેમને વાઈસ ચાન્સેલર તરીકે પદભાર ગ્રહણ કર્યો હતો.


Share

Related posts

ભરૂચ : અનસૂયા જે મોદી વુમન એમ્પાવરમેન્ટ પ્રોજેક્ટની નવી શરૂઆત : જરૂરિયાતમંદ બહેનોને મળશે લાભ.

ProudOfGujarat

અભિનેત્રી કશિકા કપૂરે સ્વિટ્ઝર્લેન્ડમાં નવા વર્ષની શરૂઆત કરી

ProudOfGujarat

નડિયાદના ઉત્તરસંડા રેલવે સ્ટેશન પર ગુડસ ટ્રેનના વેગનમાં આગ લાગતાં અફરાતફરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!