Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલોલ ખાતે પણ ભવ્ય રથયાત્રા નીકળી…

Share


હાલોલ ખાતે પણ ભગવાન જગન્નાથની 32મી રથયાત્રા મંદિર ફળિયા ખાતેથી પ્રારંભ કરાયો હતો ત્યારે તેમા મહંતશ્રી રામશરણદાસજી, સંત શ્રી સ્વામી કેશવસ્વરૂપ દાસજી સંત શ્રી સ્વામી સંતપ્રસાદ દાસજી પૂજ્ય નિશુબાપુ (તાજપુરા) તમામના માર્ગદર્શન હેઠળ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધામધુમ અને ઉત્સાહભે રથયાત્રામાં નગરજનો ને ભક્તજનો જોડાયા હતા તેમજ વલ્લભ કુલભૂષણ અને અખંડ ભૂમંડલાચાર્ય શ્રી વલ્લભાચાર્યજીણા વંશજ 108 પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી પંકજકુમાર મહોદયશ્રી પણ જોડાયા હતા તેમજ તેમની સાથે તમામ નગરજનો અને ભાવી ભક્તોએ પણ આ ભગવાન જગન્નાથની રથયાત્રાનો લાહવો લીધો તેમા હાલોલના તમામ આગેવાનો પણ ભગવાન ની નગર યાત્રામાં જોડાયા હતા આ રથયાત્રામાં ભગવાન જગન્નાથ ભ્રાતા બલભદ્રજી અને ભગિની શુભદ્રજી સાથે 14 જુલાઈના રોજ નગરયાત્રા પર જોડાયા હતા તેથી હાલોલનું વાતવરણ નગરજનો અને ભક્તજનો ના ઉત્સાહથી ભક્તિમય બની ચૂક્યું છે ભક્તજનોના એક જ નારા જય રણછોડ માખણ ચોર ના નારા સાથે નગર ગુંજી ઊઠ્યું છે આ રથયાત્રામાં તમામ ધર્મપ્રેમી જનતાને તેમજ દરેક ધર્મિક સ્થળ, મંદિરો, શાળાઓ, કોલેજો તેમજ નાના- મોટા ધંધાદારીઓ તેમજ તમામ નગરના ભાઈઓ – બહેનો આજના શુભ દિવસે સહભાગી બનીને ભગવાન જગન્નાથની નગરયાત્રામાં જોડાયા હતા તેમજ બોબ્મે હાઉસ ખાતે વર્ષોથી પરંપરાગત મુજબ લઘુમતી કોમ દ્વારા રથયાત્રાનુ ફૂલ હાર ચડાવી ભગવાન જગન્નાથનુ ભવ્ય સ્વાગત કરાયું હતું..તેમજ આ રથયાત્રામાં હાલોલ નગરના તમામ અગ્રણીઓ આગેવાનો ભાવિભક્તો પણ ખૂબજ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

આ રથયાત્રાનુ પ્રસ્થાન મંદિર ફળિયા થી કરવામાં આવ્યું હતું ત્યારબાદ ભગવાન જગન્નાથની યાત્રા આખા નગરમાં ફરી હતી અને તેમા ઘણા બધા ભાવીભક્તો જોડાયા હતા આ નગરયાત્રામાં ભગવાન જગન્નાથ બહેન શુભદ્રા અને ભાઈ બલરામ આખા હાલોલ નગરમાં યાત્રા માટે નીકળ્યા હતા.આ યાત્રામાં હાલોલ નગરના મંદિર ફળિયાથી નીકળી બજાર થઈ બોમ્બે હાઉસ પર પહોંચી ત્યારે ત્યા દર વર્ષની જેમ આ વર્ષે પણ લઘુમતી કોમ દ્વારા રથયાત્રાને ફૂલ હાર ચડાવી સ્વાગત કર્યું હતું ત્યાર બાદ રથયાત્રા તળાવ પર થઈ બસ સ્ટેન્ડ થઈ કણજરી રોડ ચાર રસ્તા થઈ વડોદરા રોડ થઈ સટાક આંબલી થઈ ફરી પાછી મંદિર ફળિયામાં પરત ફરી હતી તેમજ આ રથયાત્રામાં આખું હાલોલ નગર ભક્તિમય બની ગયું હતું જ્યા નગરયાત્રાનુ પ્રસ્થાન થાય ત્યા ભગવાનનુ સ્વાગત કરવા ભક્તજનો નજરે પડ્યા હતા તેમા જાંબુ મગનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. આ યાત્રામાં ભક્તજનોમાં એક જ નારા સાથે ગુંજી ઊઠ્યા હતા જય રણછોડ માખણ ચોરના નામે આખૂ હાલોલ ગુંજી ઊઠ્યું હતું
રથયાત્રાની શાંતિ જળવાઈ રહે તેને અનુસંધાને સુરક્ષાને ધ્યાનમાં લઈ હાલોલ પોલીસના તમામ જવાનો ખડે પગે રહ્યા હતા અને શાંતિપૂર્ણ રીતે આખા હાલોલ નગરમાં ભગવાનની નગરયાત્રા નીકળી હતી અને હાલોલ નગર આખું ભક્તિમય માં ડૂબી ગયું હોય તેવું લાગી રહ્યું હતું તેમજ આ રથયાત્રામાં હાલોલની નિષ્ઠા વિધ્યામંદિર, સરસ્વતી સ્કૂલ, કલરવ સ્કૂલ, વી.એમ.સ્કૂલ, ન્યૂ લુક સ્કૂલના પણ તમામ વિધ્યાર્થીઓ અલગ અલગ પ્રકારના વેશભૂષા ધારણ કરી અલગ અલગ પ્રકારના કાર્યક્રમો પણ કર્યા હતા આ યાત્રામાં હાલોલના અનેક સંગઠનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા……તેથી હાલોલ નગર આખું ભગવાનના નામથી ગુંજી ઊઠ્યું હતું…..પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે નગર યાત્રા નીકળી હતી

Advertisement

Share

Related posts

ભરૂચ : કેન્દ્ર સરકારનાં કૃષિ બિલનાં વિરોધમાં જિલ્લાનાં ખેડુતો પણ જોડાયા, ભરૂચનાં ખેડૂતોએ દિલ્હી બોર્ડર પર બીરબલની ખીચડીનો કાર્યક્રમ કર્યો..જાણો વધુ.

ProudOfGujarat

માંગ૨ોળ ઉમ૨૫ાડાના મુખ્ય માર્ગોના નવીનીક૨ણ માટે રાજ્ય સરકારે રૂા.૨૦ ક૨ોડ મંજૂર કર્યા.

ProudOfGujarat

ભરૂચ બાહુબલી ગ્રુપ દ્વારા વિધવા મહિલાઓને અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!