Proud of Gujarat
FeaturedGujaratINDIA

હાંસોટની પ્રાથમિક શાળા સાહોલ ખાતે કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરાઈ.

Share

રાજ્ય સરકાર દ્વારા શરૂ કરાયેલ શાળા પ્રવેશોત્સવમાં હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલમાં ભરૂચ જિલ્લા પંચાયત મદદનીશ ખેતી નિયામક અધિકારી બાલુભાઈ પટેલની અધ્યક્ષતા હેઠળ નાના ભૂલકાંઓ માટેનો પ્રવેશોત્સવ યોજાયો હતો.

આંગણવાડીના બાળકોનો પણ આંગણવાડી સાહોલ ખાતે પ્રવેશોત્સવ કરવામાં આવ્યો હતો.સાહોલ મહાદેવ મંદિરના સંતશ્રી રામદાસબાપુ દાતા તરફથી શાળામાં અભ્યાસ કરતાં તમામ બાળકોને દફ્તરની સહાય પૂરી પાડી હતી. તેમજ સુરતના રહેવાસી ચિરાગભાઈ ગાંધીએ બાળકોને નોટબુકની સહાય કરી હતી. કાર્યક્રમની શરૂઆત મહેમાનોને તિલક કરી કરવામાં આવ્યુ હતું. ત્યારબાદ દીપ પ્રાગટય, પ્રાર્થના, મહેમાનોનું પુસ્તક દ્વારા સ્વાગત, નામાંકન વિધિ, ધોરણ 3 થી 8 માં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓનું સન્માન, વિદ્યાર્થીઓનું અમૃત વચન,દાતાઓનું સન્માન, પ્રેરક ઉદબોધન, શાળા પરિસરની મુલાકાત તથા SMC સાથે બેઠક, વૃક્ષારોપણ કાર્યક્રમ જેવા કાર્યક્રમો આવરી લેવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાની દીકરીઓ કરેલ હતું. આભાર વિધિ સાહોલ શાળાના શિક્ષક નિલેશકુમાર ડાહ્યાભાઈ સોલંકીએ કરી હતી. શાળાના શિક્ષક તેજસકુમાર રસિકભાઈ પટેલે તિથિ ભોજન કરાવેલ હતું. આ પ્રસંગે ખરચ સી. આર. સી. કો-ઓર્ડિનેટર રાજેશભાઈ ટંડેલ, આધારકાર્ડ ઓપરેટર હાંસોટ તાલુકા પંચાયત ICDS રોશનીબેન હસમુખભાઈ પટેલ, શાળાના આચાર્યા પારસબેન પટેલ, શિક્ષક નિતેશકુમાર દામાભાઈ ટંડેલ, સરપંચ નવનીતભાઈ પટેલ, તલાટી ધર્મિષ્ઠાબેન, આંગણવાડી પરિવાર, એસ. એમ. સી સ્ટાફ, મધ્યાહન ભોજન પરિવાર, આશા વર્કર વીણાબેન પટેલ, યુવાનો, વડીલો, નાના નાના ભૂલકાઓ તેમજ બાળકો ઉપસ્થિત રહી કન્યા કેળવણી મહોત્સવ તેમજ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Advertisement

Share

Related posts

માંડલમાં ગૌરીવ્રત ઉજવણી દરમિયાન આચાર્ય પરિવારે સામાજિક સમરસતાનુ ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું…

ProudOfGujarat

ઝઘડીયા : રાજપારડી માધુમતિના પુલ પર એક વાહન ખોટકાતા ટ્રાફિક જામને લઇને વાહનો અટવાયા.

ProudOfGujarat

ડેડીયાપાડામાં ખેડૂતોને 6 કલાક જ વિજળી અપાતા સાગબારા કોંગ્રેસ સમિતિએ આવેદન પાઠવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!