Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગૂગલે પણ ચંદ્રયાન-3 ની સફળતાનો મનાવ્યો જશ્ન, બનાવ્યુ કમાલનું ડૂડલ

Share

ગૂગલે ચંદ્રયાન-3 ની સફળતાનો જશ્ન મનાવતા કમાલનું ડૂડલ બનાવ્યુ છે. આ ડૂડલ ચંદ્રયાન-3 ની સફળતાની સાથે-સાથે ચંદ્રના સાઉથ પોલ પર પહેલી વખત લેન્ડિંગ કરનાર ભારતની ખુશીને દર્શાવે છે.

આજનું ગૂગલ ડૂડલ ચંદ્રયાન-3 ની સફળતાનો જશ્ન મનાવવા માટે બનાવવામાં આવ્યુ છે. ચંદ્રના દક્ષિણ ભાગ પર પહેલી વખત લેન્ડિંગ કરનાર ભારત પહેલો અને એકમાત્ર દેશ બની ગયો છે. આ ખુશીનો જશ્ન મનાવતા ગૂગલે પોતાનું નવુ ડૂડલ બનાવ્યુ છે.

Advertisement

ચંદ્રયાન-3 અંતરિક્ષ યાન 14 જુલાઈ, 2023 એ ભારતના આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા રેન્જમાં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્રથી લોન્ચ કરવામાં આવ્યુ હતુ અને 23 ઓગસ્ટ 2023 એ ચંદ્રના દક્ષિણ ભાગ નજીક સફળતાપૂર્વક સોફ્ટ લેન્ડિંગ કર્યુ છે. કોઈ પણ દેશ આ પહેલા ચંદ્રના દક્ષિણ ધ્રૂવ ક્ષેત્ર સુધી પહોંચ્યો નથી. દરમિયાન ભારત ન માત્ર ચંદ્ર સુધી પહોંચનાર ચોથો દેશ બન્યો છે પરંતુ ચંદ્રના સાઉથ પોલ પર ઉતરનાર પણ પહેલો દેશ બન્યો છે.

ડૂડલમાં શું છે

Google ના O ને ચંદ્ર દર્શાવાયો છે. તેની ચારેય બાજુ ચંદ્રયાન-3 ફરતુ દર્શાવાયુ છે. પછી ચંદ્રયાન ચંદ્ર પર ઉતરે છે. જે બાદ પૃથ્વીને પણ દર્શાવાઈ છે. ગૂગલે આ ડૂડલ ખૂબ જ સ્પષ્ટ અને શ્રેષ્ઠ બનાવ્યુ છે. આ ડૂડલ પર ક્લિક કરવાથી ચંદ્રયાન-3 સંબંધિત ઘણી જાણકારીઓ સામે આવી જાય છે.


Share

Related posts

ગુજરાત વિધાનસભાના અધ્યક્ષા ડો. નીમાબેને કુબેર ભંડારી મંદિરની લીધી મુલાકાત.

ProudOfGujarat

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના ગાંધી આશ્રમ, વેડચ ગામે ધારાસભ્ય શ્રી ડી.કે. સ્વામીના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

ભરૂચ અસ્મિતા ગુરુકુલમ જ્ઞાન વર્ગોની દિકરીઓ માટે વસ્ત્ર દાનનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!