Proud of Gujarat
GujaratFeaturedINDIA

દેશમાં પ્રથમ વખત ડ્રોનથી ટપાલની 47 કિમી દૂર ડિલિવરી કરાઇ.

Share

ગઈકાલે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડ્રોન મહોત્સવનો પ્રારંભ કરાવ્યો છે ત્યારે હવે ડ્રોન શક્તિ દ્વારા ભારતમાં નવા ફેરફારો જોવા મળી શકે છે. ડ્રોન શક્તિની આ ઝલક કચ્છમાં જોવા મળી હતી. દેશમાં પ્રથમ વખત કચ્છમાં ડ્રોનથી ટપાલની ડિલિવરી કરવામાં આવી હતી. કચ્છના આ ડિલીવરી ભુજના હબાયથી લઈને ભચાઉના નેર સુધી 47 કિમી સુધી ડ્રોનથી ડિલીવરી પહોંચાડવામાં આવી હતી. આ ડીલીવરીમાં 25 મિનિટની અંદર પાર્સ પહોંચાડવામાં આવ્યું હતું. જો વાહન લઈને જઈએ તો પણ 1 થી 1.5 કલાક લાગે ત્યારે આ ડિલીવરી ફક્ત 25 મિનિટમાં ડ્રોનથી કરવામાં આવતા ટેકનોલોજી કેટલી પાવરફૂલ છે તેનો અહેસાસ થયો હતો.

ઘણા એવા દુર્ગમ વિસ્તારો આ દેશની અંદર છે કે, જ્યાં જરૂરી ટપાલો, ઉમેદવારોને તેમના નોકરીના કોલ લેટરો વગેરે સમયસર આ વિસ્તારોમાં ના મળવાના કારણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે ત્યારે આ ડ્રોન ટેકનોલોજીનો ભરપુર ઉપયોગ કરીને નવું માઈલસ્ટોન સર કરી શકાય છે.

Advertisement

આપણા ઘણા કિસ્સામાં ફોટોગ્રાફીની અંદર ડ્રોનનો ઉપયોગ થતા જોયો છે પરંતુ આ પ્રકારે ટપાલ ટિકિટ માટે તેમજ અગાઉ પણ કાશ્મીર સહીતના ખીણ પ્રદેશોની અંદર ડ્રોનનો ઉપયોગ વેક્સિન પહોંચાડવા માટે પણ થયો છે. આમ આ ટેકનોલોજી ખરા અર્થમાં આપણા માટે આશીર્વાદ સમાન છે.


Share

Related posts

અંકલેશ્વર શહેરના હસતી તળાવ વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

ProudOfGujarat

અંકલેશ્વર જી.આઈ.ડી.સી માં પાર્ક કરેલી બાઈકની ચોરી

ProudOfGujarat

નર્મદા કેનાલમાં પાણી મુદ્દે ઉંડવા ગામની મહિલાઓ રસ્તે ઉતરી,થાળીઓ ખખડાવી વિરોધ નોંધાવ્યો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!