Proud of Gujarat
Crime & scandalFeaturedGujarat

અંકલેશ્વર શહેરના હસતી તળાવ વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા.

Share

વિનોદભાઈ પટેલ

પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વર શહેરના હસતી તળાવ વિસ્તારમાં આવેલ ગજાનંદ સોસાયટીના મકાન નંબર-બી-૧૫મા રહેતા મનોજભાઈ શિવનારાયણ જાંગીડના માતા-પિતા રાજસ્થાનના જયપુર ખાતે પોતાનું મકાન બંધ કરી લગ્ન પ્રસંગમાં ગયો હતો તે દરમિયાન તસ્કરોએ તેઓના મકાનને નિશાન બનાવી મકાનના મુખ્ય દરવાજાનો લોક તોડી અંદર પ્રવેશ કરી કબાટમાં મુકેલ સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. બનાવ અંગે મનોજભાઈ શિવનારાયણ જાંગીડ તાત્કાલિક સુરતથી દોડી આવી ચોરી અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે સોનાના દાગીના મળી કુલ ૮૭ હજારથી વધુના મુદ્દામાલ અંગેની ચોરીની ફરિયાદ નોંધાવી હતી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement


Share

Related posts

ભરૂચનાં રેલ્વે ગોદી વિસ્તારમાં અનાજ સાથે જોખમી જીપ્સમનો પાઉડર અનાજ સાથે ભળતા લોકોનાં સ્વાસ્થયને જોખમ હોવાની રજુઆત આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા જીલ્લા કલેકટરને કરવામાં આવી છે.

ProudOfGujarat

સુરતના બોધાન ગામે દારૂ કટિંગનો કારસો ઝડપાયો : 36.72 લાખનો મુદ્દામાલ જપ્ત

ProudOfGujarat

રોમેન્ટિક ગીત “ટાટા કરડે ને” નું પોસ્ટર થયું રિલીઝ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!