Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગર રોજગાર કચેરીના તાલીમ વર્ગ થકી 7 યુવકો સંરક્ષણ દળમાં જોડાયા

Share

જામનગર મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી દ્વારા દર વર્ષે સંરક્ષણ દળની ભરતી પૂર્વે સ્વામી વિવેકાનંદ લેખિત અને શારીરિક પરીક્ષાની તાલીમ આપવા માટેના નિવાસી તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે. વર્ષ 2022 માં નિવાસી તાલીમ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તાલીમ વર્ગમાં તાલીમ મેળવ્યા બાદ સંરક્ષણ દળની વિવિધ પ્રકારની કસોટીઓ વિદ્યાર્થીઓએ પાસ કરી હતી. આ યોજાયેલી પરીક્ષામાં 7 ઉમેદવારો ઉત્તીર્ણ થયા હતા, જે સંરક્ષણ દળની વિવિધ જગ્યાઓ પર પસંદગી મેળવી આગામી સમયમાં દેશમાં વિવિધ જગ્યાઓ પર તેમની અમૂલ્ય સેવાઓ આપશે.

આ 7 ઉમેદવારોમાંથી મયુર ખીમસુરીયા અને સોમત ગમારાની ઈન્ડિયન આર્મીમાં પસંદગી કરવામાં આવી છે. અભિજિતસિંહ જાડેજા સી.આઈ.એસ.એફ. માં, સાગર લાંબરીયા, ચંદ્રવિજયસિંહ જાડેજા અને કર્ણરાજસિંહ જાડેજાની બી.એસ.એફ. માં પસંદગી કરવામાં આવી છે. તમામ પસંદગી પામેલા ઉમેદવારોએ સમગ્ર જામનગર જિલ્લા સહિત રાજ્યનું નામ રોશન કર્યું છે.

Advertisement

આ તકે, જામનગર મદદનીશ નિયામક (રોજગાર) સરોજબેન દ્વારા ઉમેદવારોને તેમના ઉજ્વળ ભવિષ્ય માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું હતું, જામનગર જિલ્લાના 17 થી 23 વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભવિષ્યમાં આયોજિત થનારા નિવાસી તાલીમ વર્ગમાં જોડાઈને સંરક્ષણ દળમાં તેમનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે. તેમ, મદદનીશ નિયામક (રોજગાર) ની કચેરી, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.


Share

Related posts

દહેજ આમોદ રોડ ઉપર નીલ ગાય અને બાઈક વચ્ચે અકસ્માત : બે ને ઈજા એકનું મોત નીપજ્યું

ProudOfGujarat

H3N2 વાયરસને લઈ આરોગ્ય મંત્રીએ અધિકારીઓ સાથે બેઠક યોજી.

ProudOfGujarat

માંગરોળ ખેડૂત સમાજ અને કોંગ્રેસ સમિતિ દ્વારા જમીન કાયદામાં જે સુધારો કર્યો છે એ રદ કરવાની માંગ સાથે માન્નીય શ્રી રાજ્ય રાજ્યપાલને ઉદ્દેશીને માંગરોળ મામલતદારને બે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!