Proud of Gujarat
FeaturedGujaratINDIA

જામનગરમાં શિવાજી જયંતિની ઉજવણી નિમિત્તે શોભાયાત્રાનું આયોજન

Share

જામનગર શહેરમાં સૌપ્રથમ વખત શ્રી ગણેશ મરાઠા મંડળ-ચાંદી બજાર દ્વારા શિવાજી જયંતિની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે અને ૧૯ મી ફેબ્રુઆરીને રવિવારના સાંજે પાંચ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શોભાયાત્રા યોજાશે જે નગર ભ્રમણ પણ કરશે. જેમાં શિવાજી મહારાજની પ્રતિમા સાથેનો ફ્લોટ્સ તૈયાર કરાશે, તેમ જ ઘોડેશ્વાર શિવાજી મહારાજ પણ નગર ભ્રમણ કરશે.

જામનગરમાં ચાંદી બજાર વિસ્તારમાં છેલ્લા ૩૦ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરતા શ્રી ગણેશ મરાઠા મંડળ દ્વારા આ વખતે સૌપ્રથમ વખત શિવાજી મહારાજની જન્મ જયંતિની વિશેષ રૂપે ઉજવણી કરવામાં આવશે.

Advertisement

આગામી ૧૯ મી ફેબ્રુઆરીને રવિવારના દિવસે ૩૯૬મી શિવાજી મહારાજની જન્મ જયંતી નિમિત્તે સાંજે પાંચ વાગ્યે ચાંદી બજાર વિસ્તારમાંથી શિવાજી મહારાજની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં શિવાજી મહારાજની મૂર્તિ સાથેનો એક ફલોટ તૈયાર કરવામાં આવશે. આ ઉપરાંત ઘોડેસ્વાર શિવાજી મહારાજની વેશભૂષા તૈયાર કરીને તેના દ્વારા પણ નગર ભ્રમણ કરવામાં આવશે. જે શોભાયાત્રા ચાંદી બજારથી પ્રારંભ થઈ સેન્ટ્રલ બેન્ક રોડ, પંચેશ્વર ટાવર, બેડી ગેઇટ, રણજીત રોડ થઈ ફરી ચાંદી બજાર વિસ્તારમાં પરિપૂર્ણ થશે. જેમાં ઉપસ્થિત રહેવા શ્રી ગણેશ પરાઠા મંડળ દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.


Share

Related posts

ભરૂચ ના નંદેલાવ નજીક ડમ્પિંગ સાઈડ માંથી મહિલા ની કરપીણ હત્યા કરાયેલ મૃતદેહ મળ્યા ના મામલામાં ભરૂચ સી ડિવિઝન પોલીસે પતિ ની પ્રેમિકા ની અટકાયત કરી હતી.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે નદીમાંથી અજાણ્યા ઇસમનો ડી કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : લીંબડીનાં મોટાવાસ વિસ્તારમાં શિતળા માતાજીનાં મંદિરે સાદગીથી સાતમની ઉજવણી કરવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!