Proud of Gujarat
GujaratFeaturedINDIA

ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે નદીમાંથી અજાણ્યા ઇસમનો ડી કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો.

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ફુલવાડી ગામે કાવેરી નદીમાંથી કોઇ અજાણ્યા ઇસમનો મૃતદેહ મળ્યો હતો. આ અંગે ઝઘડીયા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ફુલવાડી ગામની કાવેરી નદીમાં કોઇ ઇસમનો મૃતદેહ જણાતા સ્થાનિક ગ્રામજનો પૈકી શૈલેષભાઇ નટવરભાઇ પટેલ રહે. ફુલવાડી તા.ઝઘડીયાનાએ ઝઘડીયા પોલીસને આ બાબતે જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને મૃતદેહનો કબજો લીધો હતો. આ ઇસમનો મૃતદેહ ડી કમ્પોઝ હાલતમાં મળ્યો હોવાથી બે ત્રણ દિવસ અગાઉ નદીમાં નહાવા જતા અથવા અન્ય કારણોસર ડુબી ગયો હોવાની શંકા જણાય છે. આશરે ૪૦ થી ૪૫ વર્ષની ઉંમરના જણાતા આ ઇસમનું મોત નદીમાં ડુબી જવાથી થયુ છેકે કોઇએ તેની હત્યા કરીને નદીમાં નાંખી દીધો હશે એ બાબતે હાલતો રહસ્ય સર્જાયેલુ જણાય છે. પોલીસ તપાસ દરમિયાન આ ઇસમના મળેલ મૃતદેહ બાબતનું રહસ્ય ખુલશે ત્યારે રહસ્યનો પર્દાફાશ થશે એમ હાલતો દેખાઇ રહ્યુ છે. ઝઘડીયા પોલીસે આ બાબતે નોંધ લઇને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગુલામહુશેન ખત્રી રાજપારડી જિ.ભરૂચ

Advertisement

Share

Related posts

પાલેજ ખાતે ૭૩ માં ગણતંત્ર પર્વની ઉજવણી કરાઇ.

ProudOfGujarat

ભરૂચ : સાંસદ મનસુખભાઈ વસાવાના અધ્યકક્ષસ્થાને જિલ્લા કક્ષા ડિસ્ટ્રીકટ ડેવલ્પમેન્ટ કો ઓર્ડીનેશન અને મોનિટરીંગ સમીતી ( દિશા ) ની બેઠક યોજાઈ

ProudOfGujarat

ભરૂચ મનરેગા કૌભાંડ : હીરા જોટવા અને તેના પુત્રના જામીન નામંજૂર 

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!