Proud of Gujarat
FeaturedGujaratINDIA

ખેડાના ઠાસરામાં નીકળેલ શિવજીની શોભાયાત્રામાં અચાનક પથ્થરમારો થતાં અફરાતફરીનો માહોલ

Share

ખેડાના ઠાસરા શહેરના વાડોદ રોડ પર આવેલ નાગેશ્વર મહાદેવજીની આજે શ્રાવણના છેલ્લા દિવસે  શોભાયાત્રા નીકળી હતી. શહેરના બજાર વિસ્તાર એવા જુના બસ સ્ટેન્ડ પાસે આવી પહોંચી હતી. તે દરમિયાન શોભાયાત્રામાં પથ્થરમારો થતાં નાસભાગ મચી ગઇ હતી.  ઘટના બાદ ઠાસરા, ડાકોર, સેવાલિયા સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઉપરાંત જિલ્લાની એલસીબી, એસઓજી પોલીસનો કાફલો  પહોંચ્યો હતો.

સ્થિતિ વધુ તંગ બને તે પહેલા પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવી દીધી હતી.  જિલ્લા પોલીસ વડા રાજેશ ગઢીયા અને ડીવાયએસપી વી.આર. બાજપાઈ સહિત અધિકારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા. આ  સાથે ફાયરબ્રિગેડ પણ સ્ટેન્ડ બાય રાખી દેવામાં આવી હતી. બે જૂથના લોકો આમને સામને આવી જતા પથ્થરમારો થયો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ બાબતે કાર્યવાહી હાથધરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ગોધરા બસ સ્ટેશન ખાતે ઓપન હાઉસ સેમિનારનું એસ.ટી તંત્ર દ્વારા આયોજન.

ProudOfGujarat

ભરૂચ : ડેડિયાપાડાના મોહબુડી ગામમાં નેટવર્કના અભાવે ધો. ૧૨ ની બે વિદ્યાર્થીનીઓએ ટેકરી પર જઇને લેવુ પડે છે ઓનલાઇન શિક્ષણ.

ProudOfGujarat

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!