Proud of Gujarat
FeaturedGujaratINDIA

મહેમદાવાદ પાલિકા દ્વારા પાણી એક ટાઇમ આવશે તેવો મેસેજ વાયરલ થતાં પાલિકામાં મહિલાઓએ હલ્લાબોલ કર્યા

Share

મહેમદાવાદ પાલિકામાં થોડા મહિના અગાઉ એમજીવીસીએલના નાણાનું બિલ ચડી જતા અને કરોડની ઉપરની રકમના ચુકવણા પાલિકા દ્વારા ન કરાતા એમજીવીસીએલ દ્વારા સ્ટ્રીટ લાઈટોના કનેક્શનનો કાપી નાખવામાં આવ્યા હતા. જેને લઇને ફેબ્રુઆરી મહિનામાં સભ્યો દ્વારા ઠરાવ કરવામાં આવ્યો હતો. જેમાં બે ટાઇમ આપવામાં આવતા પાણીને એક ટાઈમ પાણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હાલ પાલિકાને બે ટંક પાણી આપવાને કારણે રૂ.૨૨ લાખનું બિલ આવે છે.

જેને એક ટંક કરવામાં આવતા બિલ ૫૦ ટકા ઘટીને રૂ.૧૧ લાખ જેટલું થયો પાલિકાના સભ્યો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને પાલિકા દ્વારા સોશિયલ મીડિયા મારફતે વાયરલ કરવામાં આવતા શહેરની મહિલાઓએ પાલિકામાં  હલ્લાબોલ કર્યા હતા. ઉપરાંત મહિલાઓએ જણાવ્યુ હતુ કે પાલિકા દ્વારા પૂરતો સમય પાણી આપવામાં આવતુ નથી, અને અમુક વિસ્તારોમાં પાણી આવતુ જ નથી. ત્યારે જો પાલિકા દ્વારા એક ટંક પાણી કરવામાં આવતા અમારે હાલાકી વેઠવાનો વારો આવશે.

Advertisement

Share

Related posts

હાંસોટ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા પેટ્રોલ ડિઝલનાં ભાવ વધારાનો વિરોધ કરતાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી.

ProudOfGujarat

ભરૂચ : અખિલ ભારતીય વાલ્મિકી મહાસભા ભરૂચ શાખા દ્વારા આવેદનપત્ર પાઠવી હાથરસની ઘટનામાં સંડોવાયેલ સામે કડક પગલાં ભરવા માંગ કરવામાં આવી.

ProudOfGujarat

અંકલેશ્વરની કુસુમબેન કડકીયા કોલેજ હવેથી શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજનાં નામથી ઓળખાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!