Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ઝંખવાવના મામા ફળિયામાં દીપડા એ ચાર બકરીનો શિકાર કરતાં પશુપાલકો ચિંતિત

Share

માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મામા ફળિયામાં દીપડાએ રાત્રિ દરમિયાન વધુ ચાર બકરીનો શિકાર કર્યો છે. બે દિવસ પહેલા ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતા ઈમ્તિયાઝ યુસુફ શેખની માલિકીના ચાર બકરા અને એક પાડીનો દિપડાએ શિકાર કર્યો હતો ત્યારબાદ ગત રાત્રી દરમિયાન ઝંખવાવ ગામના મામા ફળિયામાં રહેતા પશુપાલક મહેરુમ ઠુંંડીયાની માલિકીની ચાર જેટલી બકરીઓનો દીપડાએ રહેણાંક વિસ્તારમાં આવી શિકાર કર્યો હતો. છેલ્લા ચાર દિવસમાં પશુઓના શિકાર કરવાની આ બીજી ઘટના બનતા પશુપાલકો ચિંતિત બન્યા છે. આ ઘટનાની જાણ વન વિભાગને કરાતા વન વિભાગના જવાબદાર અધિકારીઓએ સ્થળ પર આવી પશુપાલકને થયેલા નુકસાન અંગે જરૂરી કાર્યવાહી કરી હતી.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાનાં ખરચી ગામનાં ઇસમ પર અન્ય ચાર ઇસમોએ હુમલો કર્યો.

ProudOfGujarat

ઝઘડિયાનાં અવિધા ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું.

ProudOfGujarat

કસક સર્કલ થી મકતમપુર રોડના પ્રીતમ સોસાયટી નજીક આવેલી ગટરમાં ગાય ખાબકતા ફાયરની ટીમનું રેસ્ક્યુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!