Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિએ માંગરોળનાં ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરી તરસાડી કોસંબા ચાલતી પિરામલ ગ્લાસ બંધ કરાવવા માંગ કરી.

Share

માંગરોળ તાલુકાના તરસાડી- કોસંબા વિસ્તારમાં પીરામીલ ગ્લાસ નામની કંપની કાર્યરત છે. આ કંપનીના ત્રણ પાળીમાં આશરે ૫૦૦૦ જેટલા કામદારો કામ કરે છે જેમાંથી મોટાભાગના કર્મચારીઓ માંગરોળ તાલુકાના અને હાંસોટ તાલુકાના ગામોમાં રહેતા હોય છે. કોરોનાની મહામારી થયા પછી આ કંપનીએ એક પ્લાન્ટ બંધ કર્યો છે બાકીના પ્લાન્ટ હાલમાં કાર્યરત છે. કંપનીમાં ફરજ બજાવતા કામદારોમાંથી અંદાજે પચાસ જેટલા કામદારો કોરોના જપેટમાં આવી ગયા છે છતાં કંપનીએ કોઇ નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી. સાથે જ જે કામદારો કોરોનાની ઝપેટમાં આવ્યા છે ગામના છે એ પ્રજામાં ભય ઉભો થવા પામ્યો છે. આ કંપનીએ હાલમાં બંધ કરી દેવામાં આવે. કંપની સફાઈ કરી સૅનેટાઇઝ કરવામાં આવે એવી માંગ સાથે માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિએ ઇન્ચાર્જ મામલતદારને આવેદનપત્ર આપી યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરનાં ઉછાલી અવાદર ગામની સીમમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ફફડાટ, વનવિભાગને જાણ કરાતા પાંજરું ગોઠવવાની તજવીજ હાથધરી.

ProudOfGujarat

માંગરોળનાં પીપોદરા ખાતે આવેલી જ્યોતિ પેટ્રોકેમિકલ એન્ટરપ્રાઇઝમાં માંગરોળ મામલતદાર, જી.એસ.ટી અધિકારીઓ અને જી.પી.સી.બીની સંયુક્ત ટીમોએ રેડ કરતા 75 લાખથી વધુનાં માલ સીડઝ કર્યો.

ProudOfGujarat

અંકલેશ્વર : વરસાદી વાતાવરણમાં કલર બદલતી આમલાખાડી : પહેલા પીળા કલર બાદ આજે હવે લાલ રંગનું વહેતું પ્રદૂષિત પાણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!