Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના લવેટ ગામનો યુવક હાઈ ટેન્શન વીજ લાઈનના ટાવર પર ચડી જતા પોલીસે અને ગ્રામજનો એ બે કલાકની જેહમત બાદ યુવકને નીચે ઉતાર્યો

Share

માંગરોળ તાલુકાના લવેટ ગામે હાઈટેન્શન વીજ લાઈનના ટાવર ઉપર યુવક દારૂની બોટલ સાથે ચડી જતા શોલે ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા હતા અને આખરે સરકારી અધિકારીઓની સમય સૂચકતાથી યુવકનો જીવ બચવા પામ્યો છે.

લવેટ ગામનો વિનોદભાઈ રૂપસિંગભાઈ વસાવા નામના યુવક ને અન્ય સ્ત્રી સાથે આડા પ્રેમ સંબંધ હતા જે બાબતે પરિવારજનોએ ઠપકો આપતા યુવક નજીકના ખેતરમાં આવેલ વીજ લાઈનના ટાવર પર દારૂની બોટલ લઈ ચડી ગયો હતો. આ ઘટનાની જાણ પરિવારજનોને થતા પરિવારજનો તેમજ ગ્રામજનો ઉપરોક્ત વિજ લાઇનના ટાવર પાસે દોડી આવ્યા હતા અને યુવકને નીચે ઉતારવા માટે વારંવાર વિનંતીઓ કરતા હતા ત્યારે શોલે ફિલ્મના દ્રશ્યો સર્જાયા હતા. સ્થાનિક યુવાનો દિલીપભાઈ તેમજ મનીષભાઈ વસાવા દ્વારા આ ઘટનાની જાણ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શાહબુદ્દીનભાઈ મલેકને કરવામાં આવી હતી જેથી તેમણે ઘટનાની જાણ માંડવી પ્રાંત અધિકારી જનમ ઠાકોર અને માંગરોળના મામલતદાર પાર્થ જયસ્વાલને કરતા અધિકારીઓએ ત્વરિત પગલાં લઈ વીજ લાઈન પરનો વીજ પુરવઠો બંધ કરાવ્યો હતો અને ત્યારબાદ ઘટના સ્થળે ઝંખવાવ પોલીસ પણ દોડી આવી હતી. બે કલાકની જેહમત બાદ યુવકને વીજ લાઈનના ટાવર ઉપરથી નીચે ઉતાર્યો હતો. સરકારી અધિકારીઓની સમય સૂચકતાને કારણે યુવકનો જીવ બચ્યો છે પરંતુ ગેરકાયદેસર કૃત્ય કરનાર યુવકની ઝંખવાવ પોલીસે ધરપકડ કરી લીધી છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાલ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે.

Advertisement

Share

Related posts

ઝઘડીયા જીઆઇડીસીમાં આવેલ ન્યુ બર્ગ કંપનીમાંથી સ્ટીલની પ્લેટો કિંમત રૂ.70 હજારની ચોરી કરી તસ્કરો ફરાર.

ProudOfGujarat

લાગણીના દરિયામાં એવી રીતે તો ખેંચાઇ ગયો, જાણે સઘળુ ગુરૂત્વાકર્ષણ બળ તારા પ્રેમમાં હોય…

ProudOfGujarat

રાજપારડી પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ કરતા ૩૮ ઇસમો વિરુદ્ધ ગુના નોંધી ૧૨૮ જેટલા વાહનો ડિટેઇન કરવામાં આવ્યા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!