Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના આમનડેરા ગામે અમદાવાદના યુવકનું નદીમાં ડૂબી જતા મોત

Share

માંગરોળ તાલુકાના આમનડેરા ગામે મામાને ત્યાં આવેલા અમદાવાદના યુવકનું નદીમાં પગ લપસી જતા ઉંડા પાણીમાં ડૂબી જવાથી કરુણ મોત નિપજયું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદમાં ગેરેજનું કામ કરતો 18 વર્ષીય સાહિલ શહીદ શેખ માંગરોળના અમન ડેરા ખાતે પોતાના મામાને ત્યાં ફરવા માટે આવ્યો હતો. આમનડેરા ગામની સીમમાં ભૂખી નદી અને કીમ નદીના સંગમ પર ભૂલથી પગ લપસી જતા ઊંડા પાણીમાં ડૂબી ગયો હતો ત્યારે પરિવારજનોને આ અંગેની જાણ થતા તાત્કાલિક તેઓએ પ્રશાસનને જાણ કરી હતી. માંગરોળ પોલિસ અને મામલતદારે આ ઘટનાની ગંભીરતા જાણી તાત્કાલિક એનડીઆરએફ ની ટીમ બોલાવી રેસ્ક્યુ કરી લાશ શોધી કાઢી હતી. પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ સહિતની કાર્યવાહી શરૂ કરી હતી

Advertisement

Share

Related posts

પશ્ચિમ રેલવે પોલીસે પુરી-અમદાવાદ એક્સ. ટ્રેનમાંથી ૮ કિલો ગાંજો ભરેલી બેગ જપ્ત કરી

ProudOfGujarat

મણિપુરમાં બે મહિલાઓ સાથે દુષ્કર્મના મુખ્ય આરોપીની ધરપકડ, કોંગ્રેસે કર્યા સરકાર પર પ્રહારો

ProudOfGujarat

ઝઘડીયા : ઉમલ્લા પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન અને ગ્રામ પંચાયતને સેનેટાઇઝ કરવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!