Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વાંકલ, વેરાકુઈ, માંડળ ગામે શિવરાત્રી પર્વની ઉજવણી કરવામાં આવી.

Share

પાનેશ્વર મહાદેવ અને ગુપ્તેશ્વર મહાદેવ બંને ગામનાં શિવ મંદિરોમાં રાજા રજવાડા દર્શન કરવા માટે આવતા હતા એવી વાત લોકમુખે ચર્ચાય છે. શિવ મંદિરો ભમભમ ભોલે અને ઓમ નમ: શિવાયનાં નાદથી ગુંજી ઉઠ્યા હતા. મહાશિવરાત્રી નિમિતે ભાવિક ભક્તોએ ઘી નાં કમળનાં દર્શન કર્યા હતા. બીલીપત્ર, દૂધ, જળ ચડાવીને ઓમ નમ: શિવાયનાં જાપ કરી આરાધના કરવામાં આવી હતી.

માંગરોળ તાલુકાનાં વાંકલ ભૂખી નદીના કિનારે આવેલ અતિપૌરાણિક પાનેશ્વર મહાદેવમંદિર, અંબાજી માતાજીનાં પટાંગણમાં આવેલ રામેશ્વરમહાદેવ, ગુપ્તેશ્વર અતિ પૌરાણિક મંદિર આવેલું છે. માંડળ ગામે સાંજે 6.00 કલાકે આરતી, ભજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. ત્યારબાદ મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વેરાકુઈ ખાતે આવેલ કેદારેશ્વર મહાદેવ મંદિરે સવારે મહાઆરતી અને મહાપ્રસાદીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

વિનોદ (ટીનુભાઈ )મૈસુરીયા, વાંકલ.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ની વિવિધ સ્કૂલો માં 108 એમ્બ્યુલનસ. ટિમ દ્વારા સ્કૂલો સેફટી વિક અંતર્ગત વિધાર્થીઓને માર્ગ દર્શન અપાયું.

ProudOfGujarat

મહારાષ્ટ્ર-છત્તીસગઢને જાડશે દેશની છઠ્ઠી વંદે ભારત ટ્રેન, ૧૧ ડિસેમ્બરે મોદી લોકાર્પણ કરશે.

ProudOfGujarat

ભરૂચના નેત્રંગ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારનો વિજય.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!