Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ તાલુકાનાં વડોલી ગામનાં સેવાભાવી ખેડૂતે માનવતા મહેકાવી…

Share

માંગરોળ તાલુકાનાં વડોલી ગામનાં સેવાભાવી ખેડૂતે ખેતરમાંથી ઘઉંનો પાક નીકળતા ગામના તમામ આદિવાસી ગરીબ પરિવારોને મફત ઘઉંનું વિતરણ કરી ખરા અર્થમાં માનવતા મહેકાવી છે.

વડોલી ગામના સેવાભાવી ખેડૂત ભલાભાઇ ઉર્ફે હેમંતસિહ બળવંતસિંહ મહિડાએ હાલની કારમી મોંઘવારીનાં સમયમાં મુશ્કેલીમાં મુકાયેલા વડોલી ગામનાં તમામ આદિવાસી પરિવારોને ઘઉંનું વિતરણ કરી ગરીબોને મદદરૂપ થવાની સમાજને પ્રેરણા પૂરી પાડી છે. તેઓએ પોતાના ખેતરમાં કૃષિ પાક ઘઉંની વાવણી કરી હતી, ખેતરમાં પાક તૈયાર થઇ જતા પાકને ખેતરમાંથી બહાર કાઢવામાં આવતા તેમણે ગરીબ લોકોની સ્થિતિનો વિચાર કરી તમામને મદદરૂપ બનવાનો સંકલ્પ કરી કૃષિ પાક ઘઉંનું ગરીબોના ઘર સુધી પહોંચી વિતરણ કરી દીધું હતું. કોરોના કાળનાં કારણે ખાસ ગ્રામ્ય વિસ્તારના ગરીબ આદિવાસી લોકોની સ્થિતિ ખૂબ કફોડી છે, મોંઘવારીએ માઝા મૂકી છે આવા સંજોગોમાં ગરીબોને અનાજની મદદ મળતાં તેઓની આંખો ખુશી છલકાઈ ઊઠી છે.

Advertisement

Share

Related posts

૧૨ મી જુલાઈએ ભગવાન જગન્નાથજીનગરચર્યાએ નીકળશે..

ProudOfGujarat

સુરેન્દ્રનગરમા શ્રી ચુંવાળિયા કોળી ઠાકોર સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસોની સંખ્યા 8 થઈ, સક્રિય કેસોની સંખ્યા 6

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!