Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોલ મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાના ૭૩ માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઇ.

Share

માંગરોલ મામલતદાર કચેરીમા તાલુકા કક્ષાના ૨૬ મી જાન્યુઆરી ૭૩ મા પ્રજા સત્તાક પર્વની સરકારની કોવીડ ગાઈડલાઈન મુજબ ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાકક્ષા મામલતદાર કચેરી ખાતે અમિતભાઇ ગામીતએ ધ્વજ ફરકાવેલ હતો સાથે માંગરોલ PSI પરેશ એચ નાયી, PSI એચ.એન દ્વારા તેમજ સ્ટાફ દ્વારા પણ સલામી આપવામાં આવેલ હતી. અમિતભાઈ એ પોતાના વક્તવ્યમા કોરોનાની રસી લેવા ખાસ અનુરોધ કરેલ હતો. આ કાર્યક્રમમા તાલુકા પંચાયતના પ્રમુખ ચંદનબેન ગામીત, ઉપ પ્રમુખ ભરત પટેલ, TDO ચંદ્ર સિંહ પઢીયાર, તાલુકા પંચાયત સભ્ય મોહનભાઇ કટારીયા, બી.જે. પી. સફાઈ કામદાર સેલના સભ્ય વિપુલ પરમાર, મોસાલી ગામના સરપંચ સવીતાબેન વસાવા, મુસા પાંચભાયા, વન વિભાગમાથી કે.એન ચૌધરી, ડી.એલ. વસાવા, કલ્પેશ ચૌધરી, PHC વેરાકુઇ માથી શૈખ મહમદ સાકીર, યાસ્મિનબેન, મામલતદાર કચેરીમાથી પાયલબેન કંથારીયા, જીગ્નેશભાઈ ચૂંટાયેલા અધિકારી, પદાધિકારી, અન્ય આગેવાનો હાજર રહ્યા હતા. ધ્વજ વંદનના કાર્યક્રમ બાદ ઉપસ્થિત મહેમાનો દ્વારા પતાંગણમા વૃક્ષારોપણ કરવામાં આવેલ ત્યારબાદ કોરોના રસી મુકવાનો કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતો જ્યાં ઘણા લોકોએ રસી મુકાવી હતી.

તાલુકા પંચાયત ખાતે પ્રમુખ ચંદનબેન ગામીતના હસ્તે ઝંડો ફરકાવવામાં આવેલ હતો. બન્ને જગ્યા એ ધ્વજ રક્ષક તરીકે ઇમરાનખાન પઠાણે સેવા બજાવી હતી. તદઉપરાંત તાલુકા મથક મોટામિયા માંગરોલ મુકામે આવેલ કાયૅમુલ ઇસ્લામ મદ્રેસા ટ્રસ્ટ સંચાલિત શૈક્ષણિક સંકુલમા સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટી ઇસ્માઇલભાઈ પટેલના હસ્તે, મોસાલી પ્રાથમિક શાળા ખાતે સરપંચ સવિતાબેન વસાવા, મોસાલી નવીનગરી પ્રાથમિક શાળા ખાતે અકબર મુસા પાંચભાયા (બિલાલભાઈ), મોટામિયા માંગરોલ સ્ટેટ બેંક કચેરી ખાતે આસિસ્ટન્ટ મેનેજર ગીમલેશગિરી ગોસ્વામીના હસ્તે, વાંકલ આઉટ પોસ્ટ પોલિસ સ્ટેશન, વનવિભાગની કચેરી ખાતે મહેન્દ્ર સિંહ અટોદરીયાના હસ્તે વાંકલ ગ્રામ પંચાયત ખાતે પૂર્વ સરપંચ ભરતભાઈ વસાવાના હસ્તે, ઝંખવાવ ખાતે સરપંચ સંગીતાબેન ચૌધરીના હસ્તે, નાની પારડી પ્રાથમિક શાળા ખાતે સરપંચ જીગ્નેશભાઈ વસાવાના હસ્તે, નાની નારોલી પ્રાથમિક શાળા ખાતે સરપંચ રૂપસીંગભાઇ વસાવાના હસ્તે ધ્વજ ફરકાવવામાં આવેલ હતો. તેમજ ભણેલી દીકરીનું પણ સન્માન કરવામાં આવેલ હતું. આ ઉપરાંત અન્ય સરકારી કચેરીઓમા પણ ધ્વજ ફરકાવવામાં આવેલ હતો.

Advertisement

વિનોદ મૈસૂરિયા : વાંકલ


Share

Related posts

એક જ પાર્ટી ભાજપાના બે દિગ્ગજો પૂર્વ વન મંત્રી મોતીભાઈ વસાવા અને સાંસદ મનસુખ વસાવા આમને સામને.

ProudOfGujarat

પાલેજ ખાતે કોમી એખલાસ ભર્યા વાતવરણમાં ઈદે મિલાદ અને ગણેશ વિસર્જન યોજાયું

ProudOfGujarat

વડોદરાના તાંદલજા અને ગોત્રીમાં દરોડા દરમિયાન ગાંજો વેચતા બે કેરિયર પકડાયા, બે સપ્લાયર વોન્ટેડ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!