Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળના આસરમા ગામે 108 દિવસ નર્મદા પરિક્રમા કરી પરત આવેલા પદયાત્રીઓનું ગ્રામજનોએ સ્વાગત કર્યું.

Share

માંગરોળ તાલુકાના આસરમા ગામે 108 દિવસ નર્મદા પરિક્રમા કરી પરત વતન આવેલા પદયાત્રીઓનું ગ્રામજનોએ ફટાકડા ફોડી હારતોરા કરી સ્વાગત કર્યું હતું. મનુષ્ય જીવનમાં નર્મદા પરિક્રમાનું અનેરૂ મહત્વ છે, નર્મદા પરિક્રમા કરવાની ઈચ્છા સૌ કોઈને થતી હોય પરંતુ નર્મદા પરિક્રમા કરવું કઠિન છે છતાં મનના સંકલ્પથી માંગરોળ તાલુકાના ગામના કિશોરસિંહ પ્રભાતસિંહ સોલંકી અને ગણપતસિંહ ગંભીરસિંહ જાદવ નર્મદા પરિક્રમા કરવા અન્ય સહયોગીઓ સાથે નીકળ્યા હતા. સતત 108 દિવસ નર્મદા મૈયાની તેઓએ પરિક્રમા કરી હતી અને તેઓ પરત પોતાના વતનમા આસરમા ગામે આવી પહોંચતા કળશ ધારી કન્યાઓ અને ગ્રામજનોએ ફટાકડા ફોડી હારતોરા કરી પદયાત્રીઓ કિશોરસિંહ સોલંકી અને ગણપતસિંહ જાદવનુ સ્વાગત કર્યું હતું.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

ઝઘડીયાનાં થાણા ફળિયામાં આરોગ્ય ટીમ અને પોલીસ સ્ટાફનું તિલક અને ફુલથી સ્વાગત કરાયું.

ProudOfGujarat

કામરેજ તાલુકાની કોસમાડી પ્રાથમિક શાળામાં દાતા દ્વારા દાનની સરવાણી.

ProudOfGujarat

તાપી જિલ્લાના વ્યારા ખાતે પ્રથમ શિક્ષિકા મહિલા માતા સાવિત્રીબાઈ ફૂલેની 192 મી જન્મજયંતીની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!