Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : શાહ ગામના મેગા ફૂડ પાર્કમાંથી દીપડો પાંજરે પુરાયો.

Share

માંગરોળ તાલુકાના શાહ ગામે આવેલ ગુજરાત એગ્રો ઈન્ફ્રાસ્ટ્રક્ચર મેગા ફૂડ પાર્કમા વન વિભાગ એ ગોઠવેલા પાંજરામાં દીપડો પુરાયો હતો. છેલ્લા કેટલાક દિવસથી બે થી ત્રણ દીપડાઓ મેગા ફૂડ પાર્કમાં રાત્રિ દરમિયાન આટા ફેરા કરતા હોવાથી મેગા ફૂડ પાર્કના મેનેજર વિજયભાઈ ડોડીયા દ્વારા વાંકલ વન વિભાગ રેન્જ કચેરીને જાણ કરવામાં આવી હતી અને વહેલી તકે પાંજરું મૂકી દીપડાને પકડી લેવામાં આવે તેવી માંગણી કરાતા વન અધિકારી હિરેનભાઈ પટેલ સહિતના સ્ટાફ દ્વારા મેગા ફૂડ પાર્કમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું. આ સમયે રાત્રિ દરમિયાન મારણ ખાવાની લાલચમાં એક વર્ષનો દીપડો પાંજરે પુરાયો હતો. વન વિભાગ દ્વારા ઉપરોક્ત દીપડાનો કબજો લઈ તેને જંગલમાં મુક્ત કરવાની તજવીજ શરૂ કરવામાં આવી હતી હાલ ઉપરોક્ત સ્થળે હજી એક થી બે દિપડા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે જેથી વન વિભાગ દ્વારા કાર્યવાહી ચાલુ રાખવામાં આવી છે.

વિનોદ મૈસુરિયા : વાંકલ

Advertisement

Share

Related posts

બેદરકારી બાદ એક્શન, કોની શાખ બચાવવા? :વાગરા ના વિલાયત ખાતે ગેરકાયદેસર કામદારોને વહન કરતા ટેમ્પા કરાયા ડિટેઇન..

ProudOfGujarat

નર્મદા : ગરૂડેશ્વર તાલુકાના સમશેરપુરા ગામે પત્નીની હત્યા કરનાર પતિને ૧૦ વર્ષની સજા.

ProudOfGujarat

ભરૂચ તાલુકાના હિંગ્લોટ ગામના યાકુબ કંડકટરના સુપુત્ર મોહમ્મદ મુબારક ઇંગ્લેન્ડ ખાતે લેન્કેશાયર કાઉન્ટીમાં અંડર ૧૧ ક્રિકેટ ટીમમાં બોલર તરીકે પસંદગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!