Proud of Gujarat
FeaturedGujaratINDIA

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ. નાની નરોલી ખાતે SCHOOL BAG FREE DAY નિમિત્તે COOKING WITHOUT FIRE યોજાયું.

Share

આચાર્ય વૈભવ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ આજરોજ શાળામાં (વિદ્યાર્થીઓ દ્વારા, વિદ્યાર્થીઓનું, વિદ્યાર્થીઓ માટે) ના સુત્રથી કૂકિંગ વિધાઉટ ફાયરનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિનો ઉદ્દેશ્ય ગણિત (નફો-નુકસાન, વેચાણ-ખરીદી, નાણાં, વ્યવસ્થાપન), ભાષા (સંચાર) વિજ્ઞાન, (પોષણ મૂલ્યો), ઉદ્યોગસાહસિકતા અને જીવન કૌશલ્ય (ટીમવર્ક, સહકાર, આયોજન અને અમલ) જેવા સંકલિત વિષયોનો વ્યવહારુ અનુભવ પ્રદાન કરવાનો છે. શાળાનાં આવાં કાર્યક્રમ દ્વારા સાથે સાથે બાળકો વ્યવહારુ જીવનના દાખલા શીખે છે. બાળકોમાં રોજિંદા જીવનમાં રોજ થતી આપ-લે દ્વારા માર્કેટિંગ, મેનેજમેન્ટ, રો-મટીરીયલ્સ, સંચાર (વ્યવહાર), સાહસિકતા વગેરે બાબતોથી અવગત થાય.

આ કાર્યક્રમ NEP હેઠળ CBSE દ્વારા માર્ગદર્શિત શાળામાં અનુસરવામાં આવતી નવીન પદ્ધતિઓના ભાગ રૂપે, અમે અમારા અભ્યાસક્રમના ભાગરૂપે ‘અનુભવી શિક્ષણ’ (Experiential Learning)  પ્રવૃત્તિ હેઠળ એક પગલું આગળ વધાર્યું છે. કાર્યક્રમનું સંચાલન ધોરણ ચાર અને પાંચના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું. કાર્યક્રમનું ઉદઘાટન શાળાના સચિવ એચ.પી.રાવ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રવૃત્તિ અંતર્ગત વિવિધ વર્ગોના વિદ્યાર્થીઓને સંબંધિત પ્રવૃત્તિઓ કરવા માટે પસંદ કરવામાં આવ્યા છે. સૌપ્રથમ, વર્ગ IV અને V ના વિદ્યાર્થીઓને ભેળ’ પ્રોજેક્ટ બનાવવા માટે ‘કુકિંગ વિધાઉટ ફાયર’ માટે સામેલ કરવામાં આવ્યા છે. શાળાના બધા જ વર્ગોને ભેળ ખાવા અને પળ માણવા મળી. વિદ્યાર્થીઓને સોંપેલ વર્ગો માટે પોતાની રકમ લાવવા સૂચના આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓએ જાતેજ જરૂરી સામાનની ખરીદી કરી. જાતે જ ભેળ બનવાની બધી સામગ્રી ભેગી કરીને, તેમને કાપવાની પ્રવૃત્તિ કરી. અને વેચાણ અને હિસાબ પણ આપમેળે જ વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યો. વર્ગ શિક્ષકોના સહકારી ભાવનાના માર્ગદર્શન અને દેખરેખ હેઠળ કાર્યક્રમ સરસ રીતે સંપન્ન થયો.

વિનોદ મૈસુરિયા : વાંકલ
 

Advertisement

Share

Related posts

રાજપીપલા વિસ્તારની ડ્રીપ ચોરીના ગુનાના કામે સંડોવાયેલ કુલ-૪ આરોપીઓ પાસામાં ધકેલાયા.

ProudOfGujarat

પ્રેમ પ્રકરણની ઘરે જાણ થતાં માતાએ ઠપકો આપ્યો, યુવતી મહિસાગર પુલ પર પહોંચી

ProudOfGujarat

ખોવાયેલ બાળકને ગણતરીના કલાકોમાં તેના માતા-પિતા સાથે મેળાપ કરાવી આપતી પાલેજ પોલીસ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!