Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલી સોસાયટીમાંથી મૃતક નવજાત શિશુ મળી આવતા ચકચાર.

Share

નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલી સોસાયટીમાં એક મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતાં ચકચાર જાગી છે. આ બનાવની મળતી વિગતો અનુસાર નડિયાદના સંતરામ મંદિર પાછળ આવેલ સંતરામ સોસાયટીમાં પાછળના ભાગે આ વિસ્તારમાં રહેતા એક મહિલા કપડાં સૂકવવા જતા ત્યાં સોસાયટીના ઘર પાછળ પ્લાસ્ટિકની બેગમાં મૂકેલું મૃત હાલતમાં એક નવજાત બાળક જોઈ મહિલા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ મહિલાએ ઘરના સભ્યોને વાત કરતા સભ્યો દ્વારા ટાઉન પોલીસને જાણ કરવામાં આવી હતી. નડિયાદમાં મૃત હાલતમાં નવજાત શિશુ મળી આવતા તાત્કાલિક ધોરણે નડિયાદ ટાઉન પોલીસ સંતરામ સોસાયટીમાં પહોંચી હતી, આ બાળક અહીં કોણ મૂકી ગયું ? કોનું બાળક છે? તે સહિતની તપાસ ટાઉન પોલીસે શરૂ કરી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

સજ્જાદ ડેલાફ્રોઝ અલ્લુ અર્જુનની આગામી ફિલ્મ પુષ્પા 2 માં જોવા મળશે?

ProudOfGujarat

ભરૂચ એલસીબી પોલીસે એસ.યુ.વી ગાડી માં લઇ જવાતો સુરત ના બુટલેગર નો દારૂ રાજપીપળા ચોકડી સર્વિસ રોડ પર ઝડપી પાડ્યો હતો. 

ProudOfGujarat

નડિયાદ કપડવંજ રોડ પર અકસ્માતમાં એક વ્યક્તિ ઘાયલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!