Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : ઠાસરા તાલુકાના બાધરપુરા પાસે કેનાલમાં કાર ખાબકતાં બે વ્યક્તિઓ લાપતા.

Share

ઠાસરા તાલુકાના બાધરપુર ગામની સીમમાંથી પસાર થતી મહી કેનાલમાં બુધવારની રાત્રે એક કાર ખાબકી હતી. કારના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર કેનાલના પાણીમા ખાબકી હતી. જોકે, આસપાસના લોકો દોડી આવ્યાં હતા અને કારમા સવાર એક વ્યક્તિને બચાવી લીધો હતો. જોકે, અન્ય બે વ્યક્તિઓ હજુ પણ લાપતા છે.

ઉજૈનથી પરત ફરતી વખતે દુર્ઘટના સર્જાઈ આ ઘટનામાં લાપતા થયેલા બે લોકોને શોધવા સ્થાનિકોએ રાત્રે ભારે જહેમત ઉઠાવી હતી પરંતુ પાણીનો વહેણ વધુ હોવાથી આ બન્ને વ્યક્તિઓનો કોઈ પતો મળ્યો ન હતો. બચી જનાર વ્યક્તિએ જણાવ્યું હતું કે, તેઓ ઉજ્જૈનથી દર્શન કરી પરત આવતી વખતે અકસ્માત થયો છે. વેગેનાર ગાડીમાં ત્રણ લોકો ધર્મેન્દ્રપુરી ગોસાઈ અને તેઓનો ભાઈ અજયપુરી ગોસાઈ તથા પ્રકાશ ભારતી બાપુ સવાર હતા. જેમાંથી ધર્મેન્દ્રપુરી ગોસાઈનો આબાદ બચાવો થયો છે. જ્યારે અન્ય બે લોકો લાપતા છે. ત્રણેય વ્યક્તિઓ રાજકોટ જિલ્લાના વતની હોવાનું પ્રાથમિક માહિતી મળી છે. બાધરપુર કેનાલમાં પાણીનું વહેણ વધારે હોવાથી શોધખોળમાં મુશ્કેલી આવી રહી છે. હાલ ફાયર બ્રિગેડના માણસો અને સ્થાનિક તરવૈયાઓ નહેરના પાણીમાં શોધખોળ કરી રહ્યા છે.

Advertisement

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

सनी सिंह की “उजड़ा चमन” ने रिलीज के पहले दिन अन्य दिवाली रिलीज़ की तुलना में की सबसे अधिक कमाई!

ProudOfGujarat

જામનગરમાં ભારતીય જનતા પાર્ટીની શહેર કારોબારી બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભરૂચમાં શનિ જયંતીની સાદગીપૂર્ણ ઉજવણી : દર્શનાર્થીઓએ દૂરથી જ કર્યા દર્શન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!