Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ : મહેમદાવાદના હલધરવાસમાં શિક્ષકના ઘરમાં તસ્કરોનો હાથફેરો.

Share

મહેમદાવાદના હલધરવાસ પ્રજાપતિ નિવાસમાં રહેતા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક પંકજકુમારી ગોવિંદભાઈ પ્રજાપતિ, તેમના પત્નિ જશોદાબેન (ગામની કન્યા શાળામાં શિક્ષિકા) પરિવાર સાથે હલધરવાસના ઘરે તાળું મારી અમદાવાદ ઈસનપુરમાં આવેલ બીજા મકાને રહેવા ગયા હતા. દરમિયાન તા.૪ ઓકટોબરે પાડોશીએ ફોન કરીને તમારા ઘરનું તાળું તૂટેલ છે, ચોરી થયાનું જણાય છે. તેમ જણાવતા પરિવાર હલધરવાસ આવ્યો હતો. શિક્ષક દંપતિએ દાગીના બેડરૂમમાં ડ્રેસીંગ ટેબલમાં બનાવેલ ચોરખાનામાં રહેલ દાગીના ચોરાઈ ગયા હતા. જેમાં સોનાની ૧૩ લગડીઓ, બુટ્ટી સાથેનો સેટ, સોનાની લક્કી, બંગડી, દોરો, બે લોકેટ, વીંટી, અને ચાંદીના ચોરસા નંગ ૧૬ મળી કુલ રૂ.૫.૪૦ લાખનો મુદ્દામાલ ચોરાઈ ગયો હતો. બેંકમાં રહેલ લોકર એક વર્ષથી બંધ કરાવી ઘરમાં બનાવેલ ચોરખાનામાં જ દાગીના રાખતા હતા. પોલીસે ફરિયાદને આધારે તસ્કરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

ઝઘડિયા ખાતે રેફરલ હોસ્પિટલ ફરી શરૂ કરવા આરોગ્ય મંત્રીને રજૂઆત…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા નેશનલ હાઈવે પર મુસાફરોને સર્વિસ રૉડ બનાવી આપવા માંગ સાથે આવેદન પાઠવાયું.

ProudOfGujarat

અંકલેશ્વર સરદાર પાર્ક ખાતે વર્લ્ડ ડાયાબિટીસ ડે નિમિત્તે ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!