Proud of Gujarat
GujaratFeaturedINDIA

નડિયાદ : નેશનલ હાઇવે નં ૪૮ પર ટ્રકની બ્રેક ફેલ થતાં ૪ ને ઇજા.

Share

માતર તાલુકાના રધવાણજ ગામની સીમમાંથી નેશનલ હાઈવે નંબર 48 પસાર થાય છે. અહીંયા આવેલ ટોલ નાકા પાસેથી ગતરોજ વડોદરાથી બાવળા પુઠાનો કચરો ભરવા જતી આઈસર ટ્રકના ચાલકે આ ટોલ નાકા પહેલા આવેલા બમ્પ આગળ વાહનને ધીમુ પાડવા બ્રેક મારી હતી. પરંતુ બ્રેક લાગી નહીં, બેકાબુ બનેલી આ આઈસર આગળ ઊભી રહેલી અન્ય આઈસરને પાછળના ભાગે અથડાવી હતી. જે બાદ આ બ્રેક ફેઈલ ટ્રક સિધી IRB ની
ઓફીસની આગળ આવેલ લોખંડના પાઈપના થાંભલાઓ સાથે અથડાઈ હતી. આ ટ્રકમા બેઠેલા 4 જેટલા મજુરોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ ઘવાયેલા તમામને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર બનાવ સંદર્ભે માતર પોલીસમાં ઉપરોક્ત આઇસર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

નરેશ ગનવાણી : નડિયાદ

Advertisement

Share

Related posts

રાજપીપળા : લાછરસ ગામેથી આઠમનો જુગાર રમતા કુલ ૧૨ જુગારીયાઓને ૨.૬૭ લાખનાં મુદ્દામાલ સાથે ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.

ProudOfGujarat

બેંગલુરુમાં બ્લાસ્ટનું ષડયંત્ર નિષ્ફળ, પોલીસે કરી 5 ની ધરપકડ

ProudOfGujarat

મિત્રો સાથે બહાર જાંઉ છું કહી પુત્ર બાઇક લઇને નિકળ્યો, અકસ્માતમાં મોત-મિત્રને ગંભીર ઇજા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!